Panchmahal Education Department માં રૂપિયા 2.79 કરોડનું કૌભાંડ, 6 સામે ફરિયાદ
- Panchmahal Education Department માં મોટું Scam
- 2.79 કરોડનું સરકારી ગ્રાન્ટનું કૌભાંડનો પર્દાફાશ
- હિસાબી અધિકારીએ DPEO ની બોગસ સહી કરીને નાણાં ટ્રાન્સફર કર્યા
- કોમ્પ્યુટર અને ફાયર સેફ્ટીના સાધનોની ખરીદીના નામે બોગસ બિલો બનાવ્યા
- ગોધરા 'બી' ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પંચમહાલ (Panchmahal) જિલ્લાના શિક્ષણ વિભાગમાં (Education Department) લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટની (Government Grant) ઉચાપતનું મોટું કૌભાંડ (Scam) સામે આવ્યું છે. કુલ 2.79 કરોડ (Crore) રૂપિયાના આ આર્થિક વ્યવહારોમાં હિસાબી અધિકારીએ ખાનગી એજન્સીઓ સાથે મળીને સરકારને ચૂનો લગાવ્યો છે. ઓડિટ (Audit) પ્રક્રિયા દરમિયાન આ સમગ્ર કૌભાંડની વિગતો બહાર આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
બોગસ સહી અને નેટ બેંકિંગથી નાણાંની હેરાફેરી
હિસાબી અધિકારી પૂજન જોશી અને નિતિન પટેલે ભેગા મળીને આ આખું ષડયંત્ર (Conspiracy) ઘડ્યું હતું. આ બંને શખ્સોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે DPEO ની બોગસ સહી (Fake Signature) કરી હતી. સહીના આધારે નેટ બેંકિંગ (Net Banking) મારફતે સરકારી નાણાં ખાનગી ખાતાઓમાં ટ્રાન્સફર (Transfer) કરવામાં આવ્યા હતા. આ રીતે વર્ષ 2024-25 અને વર્ષ 2025-26 દરમિયાન સરકારી તિજોરીમાંથી નાણાં સેરવી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો---- Rajkot Road Accident: કાળીપાટ પાસે દૂધના કેન ભરેલી બોલેરો પલટી જતા મચી ચીસાચીસ, આધેડનું મોત
સાધનોની ખરીદીના નામે બોગસ બિલ બનાવ્યા
કૌભાંડીઓએ કોમ્પ્યુટર (Computer), સ્માર્ટ ક્લાસ (Smart Class) અને ફાયર સેફ્ટીના સાધનોની (Fire Safety Equipment) ખરીદી બતાવી હતી. આ સાધનોની ખરીદી માટે રાજકોટ (Rajkot) અને ગોધરાની (Godhra) 4 ખાનગી એજન્સીઓના (Private Agencies) નામે બોગસ બિલ (Fake Bills) તૈયાર કરવામાં આવ્યા હતા. હકીકતમાં કોઈ સાધનોની ખરીદી કર્યા વગર જ કાગળ પર ઓર્ડર બતાવીને કરોડો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા.
6 શખ્સો સામે પોલીસ ફરિયાદ અને તપાસનો ધમધમાટ
ઓડિટમાં ભ્રષ્ટાચાર (Corruption) પકડાઈ જતાં હવે તંત્રએ કડક કાર્યવાહી (Action) શરૂ કરી છે. ગોધરા શહેર 'બી' ડિવિઝન (B Division) પોલીસ સ્ટેશનમાં 4 ખાનગી એજન્સીઓ સહિત કુલ 6 લોકો સામે ગુનો (Crime) નોંધવામાં આવ્યો છે. પોલીસ (Police) હાલ આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ (Investigation) ચલાવી રહી છે. આ કૌભાંડમાં હજુ પણ અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા નકારી શકાતી નથી.
આ પણ વાંચો---- અમદાવાદમાં મંજૂરી કરતા વધુ High-rise building સામે ગુજરાત હાઈકોર્ટ આક્રમક, ઈમારતોના અટકશે બાંધકામ!


