Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવા બદલ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને 1.51 લાખનો દંડ
- Patan ના હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તોડવા મુદ્દે દંડ
- ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરને દંડ ફટકારાયો
- દાતરવાડા સમિતિ તેમજ આગેવાનો દ્વારા 1.51લાખનો દંડ
- દંડનો ઉપયોગ સામાજિક શૈક્ષણિક સેવામાં લેવામાં આવશે
Patan : પાટણ જિલ્લાના હારીજ (Harij) માં ઠાકોર સમાજના સામાજિક બંધારણ (Social Constitution) ના ઉલ્લંઘનનો મોટો કિસ્સો સામે આવ્યો છે. ઠાકોર સમાજ (Thakor Samaj) ની દાતરવાડા ગામ સમિતિ અને સમાજના અગ્રણીઓએ એક મહત્વપૂર્ણ બેઠક યોજીને ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરને 1,51,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Patan ના હારીજમાં કર્યું હતું નિયમોનું ઉલ્લંઘન
તાજેતરમાં હારીજમાં દશરથજી ઠાકોર (Dasharaji Thakor) ના પુત્રના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાખવામાં આવેલ શાહી કંકોત્રી, ભવ્ય રિસેપ્શન અને જમણવારના વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થયા હતા. ઠાકોર સમાજ દ્વારા સામાજિક સુધારા માટે બનાવવામાં આવેલા કડક બંધારણના નિયમોનું અહીં સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું હતું.
પાટણના હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તોડવા મુદ્દે દંડ
ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરને દંડ ફટકારાયો
દાતરવાડા સમિતિ તેમજ આગેવાનો દ્વારા 1.51લાખનો દંડ
દંડનો ઉપયોગ સામાજિક શૈક્ષણિક સેવામાં લેવામાં આવશે#Patan #Harij #ThakorSamaj #Dashrathji Thakor #SocialConstitution #Fine… pic.twitter.com/I62RBZ13NY— Gujarat First (@GujaratFirst) February 25, 2026
નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે લાલ આંખ
હારીજ (Harij) ખાતે યોજાયેલી ઠાકોર સમાજ (Thakor Samaj) ની એક વિશાળ સભામાં સામાજિક શિસ્તના ભંગ બદલ કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. અગાઉ મગનજી ઠાકોર સામે થયેલી કાર્યવાહીને અનુસરીને, હવે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરને પણ સમાજના નિર્ધારિત બંધારણ અને નિયમોનું પાલન ન કરવા બદલ દંડિત કરવામાં આવ્યા છે. દીકરાના લગ્ન પ્રસંગે સમાજના ધારાધોરણોના ભંગ બદલ સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી, જેના પરિણામે દાતરવાડા ગામ સમિતિ અને સમાજના આગેવાનોએ સાથે મળીને દશરથજી ઠાકોરને 1,51,000 રૂપિયાનો રોકડ દંડ ફટકાર્યો છે.
સામાજિક બંધારણ સર્વોપરી
સમાજ દ્વારા લેવામાં આવેલા આ મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, વસૂલવામાં આવેલી દંડની આ રકમનો અંગત ઉપયોગ કરવાને બદલે તેને સમાજના હિતમાં વાપરવાનું નક્કી કરાયું છે. આ રકમનો ઉપયોગ સામાજિક ઉત્થાન અને શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે, જેથી સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ મળી રહે. સમાજની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે સામાજિક બંધારણ સર્વોપરી છે અને તેનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ, ભલે તે ગમે તેટલી વગ ધરાવતી હોય, તેને છોડવામાં આવશે નહીં.
સામાજિક નિયમો દરેક માટે સમાન
ઠાકોર સમાજ (Thakor Samaj) દ્વારા ખોટા ખર્ચાઓ રોકવા અને સાદગીપૂર્ણ લગ્ન પ્રસંગો યોજવા માટે એક બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે સમાજનો હોદ્દો કે રાજકીય વગ ગમે તેટલી હોય, પણ સામાજિક નિયમો દરેક માટે સમાન છે. આ ઘટના હાલ સમગ્ર પાટણ જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: Thakor Samaj DJ Ban Controversy: નાત બહાર કરતા Gabbar Thakor ઢીલા પડ્યા, સમાજની માફી માંગવા તૈયાર!


