Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM Modi આવશે સોમનાથ, DyCM ની અધ્યક્ષતામાં તૈયારી તેજ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 11 મેના રોજ સોમનાથ મંદિરના 75 વર્ષની ઉજવણી 'સ્વાભિમાન પર્વ'માં હાજરી આપશે. તેઓ સોમનાથ દાદાના દર્શન-પૂજન કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવીએ અધિકારીઓ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી છે. સુરક્ષા અને વહીવટી વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે, જેથી આ ઐતિહાસિક ઉત્સવ ભવ્ય રીતે ઉજવી શકાય.
pm modi આવશે સોમનાથ  dycm ની અધ્યક્ષતામાં તૈયારી તેજ
Advertisement
  • 11 મેના રોજ સોમનાથ આવશે  PM Modi
  • PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓ તેજ
  • હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

PM Modi Somnath Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 11 મેના રોજ ઐતિહાસિક સોમનાથ મંદિરની મુલાકાત લેવાના છે, જેને પગલે સમગ્ર ગીરસોમનાથ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે આયોજિત 'સ્વાભિમાન પર્વ' માં (Swabhiman Parv) સહભાગી થવાનો છે. વડાપ્રધાન આ અવસરે સોમનાથ મહાદેવના વિશેષ દર્શન અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરશે. પ્રવાસના સુચારુ સંચાલન માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi) ની અધ્યક્ષતામાં એક મહત્વની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં સુરક્ષા પ્રોટોકોલ, ટ્રાફિક મેનેજમેન્ટ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે અને કાર્યક્રમની ગરિમા જળવાય.

PM ના પ્રવાસને લઈ વહીવટી તંત્ર સજ્જ

PM મોદીના આગમનને આખરી ઓપ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય સંકલન (Coordination) સાધવામાં આવી રહ્યું છે. યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક ધારાસભ્યો અને મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. બેઠકમાં PM ની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવનાર પોલીસ બળ, હેલીપેડની સુવિધા અને મંદિર પરિસરમાં કરવામાં આવનાર સુશોભન વિશે સૂચનાઓ આપવામાં આવી હતી. વડાપ્રધાનના હસ્તે આ અવસરે કેટલાક નવા પ્રકલ્પોનું લોકાર્પણ (Inauguration) અથવા શિલાન્યાસ થવાની પણ શક્યતા છે.

Advertisement

pm_GujaratFirst

Advertisement

મંદિરના 75 વર્ષની ઉજવણી

સોમનાથ મંદિર ભારતીય સંસ્કૃતિ અને અસ્મિતાનું પ્રતિક છે, અને તેના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણી એટલે કે હીરક મહોત્સવ જેવો પ્રસંગ ખૂબ જ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 11 મેના રોજ યોજાનાર આ 'સ્વાભિમાન પર્વ' અંતર્ગત સોમનાથમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા સર્જાશે. વડાપ્રધાન, જેઓ પોતે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ (Chairman) પણ છે, તેમની હાજરી આ ઉત્સવને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવશે. આ મુલાકાત દરમિયાન તેઓ મંદિરના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરશે અને પ્રવાસન (Tourism) ક્ષેત્રે સોમનાથને વધુ વેગ મળે તેવા સૂચનો પણ આપી શકે છે. સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં પણ વડાપ્રધાનના સ્વાગત માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ  Umreth માં ફરી કેસરિયો લહેરાયો, Harshad Parmar નો પ્રચંડ વિજય, કોંગ્રેસે હારનું ઠીકરું EVM પર ફોડ્યું

Tags :
Advertisement

.

×