Porbandar: મંગેતરે પરિવાર સાથે મળીને યુવકની બહેનને મોતને ઘાટ ઉતારી, જાણો સમગ્ર મામલો
- Porbandar માં સગાઈ તોડવાની વાતમાં મહિલાની હત્યા
- ભાઈની મંગેતરે અને તેના પરિવારે કરી હત્યા
- પારિવારિક ઝઘડામાં મહિલાના મોતથી ચકચાર
Porbandar Murder Case: પોરબંદરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સગાઈ તોડવાની વાતના મનદુઃખમાં એક મહિલાની નિર્મમ હત્યા (murder) કરી દેવામાં આવી છે. ભાઈની મંગેતર અને તેના માતા-પિતાએ ભેગા મળીને યુવકની સગી બહેનને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પારિવારિક ઝઘડામાં નિર્દોષ મહિલાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ મામલે કમલાબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ આ કેસના ફરિયાદી હીત પોપટ (Heet Popat) અને આરોપી સુહાસી રાયચુરા (Suhasi Raichur) ની એક વર્ષ પૂર્વે સગાઈ થઈ હતી. સગાઈ થયા બાદ શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ છેલ્લા દોઢ-બે માસથી બંને પક્ષો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ રોજબરોજના કલેશથી કંટાળીને આખરે હીત પોપટે સગાઈ તોડવાની વાત કરી હતી. હીતએ સગાઈ તોડી નાખવાનો પ્રસ્તાવ મૂકતાં જ મંગેતર સુહાસી રાયચુરા અને તેનો પરિવાર એકદમ ઉશ્કેરાઈ (provoked) ગયો હતો અને બદલો લેવાની ભાવના સાથે હીતના ઘરે પહોંચી ગયો હતો.
ઘરમાં ઘૂસીને કરી ઝપાઝપી, ધક્કો મારતા નીપજ્યું મોત
આરોપીઓએ હીતના ઘરે જઈને ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન ઘરમાં હાજર અને મૂળ જૂનાગઢના રહેવાસી એવા વૃંદાબેન વચ્ચે પડ્યા હતા. ઉશ્કેરાયેલા આરોપીઓએ વૃંદાબેનને જોરથી ધક્કો માર્યો હતો, જેથી તેઓ રૂમમાં રહેલા કબાટ સાથે જોરદાર ભટકાયા હતા અને નીચે પછડાયા હતા. આ હુમલામાં વૃંદાબેનને માથાના ભાગે તેમજ શરીરના અંદરના ભાગે ગંભીર ઈજાઓ (severe injuries) પહોંચી હતી. આ આઘાત અને ઈજાઓ એટલી ગંભીર હતી કે ટૂંક જ સમયમાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
પોલીસે ત્રણેય આરોપીઓ સામે નોંધ્યો ગુનો
આ ચકચારી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી હતી અને મૃતદેહ પોસ્ટમોર્ટ અર્થે ખસેડ્યો હતો. કમલાબાગ પોલીસે (Kamlabag Police) આ મામલે મૃતકના ભાઈની મંગેતર સુહાસી રાયચુરા, તેના પિતા જગદીશ રાયચુરા અને માતા શિલ્પાબેન રાયચુરા વિરૂધ્ધ હત્યાનો ગુનો (murder case) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
બહેન ભાઈના ઘરે આવી ને મળ્યું મોત
મૃતક વૃંદાબેન વિશે જાણવા મળ્યું છે કે તેઓ ખાસ જૂનાગઢથી પોરબંદર ખાતે પુરુષોત્તમ માસ (holy month) કરવા માટે ભાઈના ઘરે આવ્યા હતા. ધાર્મિક આરાધનાના પવિત્ર દિવસો દરમિયાન જ બહેનની ઘાતકી હત્યા થતાં હીત પોપટના પરિવારમાં ભારે શોકનો માહોલ (mourning) વ્યાપી ગયો છે.
આ પણ વાંચોઃ Kheda: 'ચૂંટણીમાં અમારી સામે ઉમેદવાર કેમ ઉભો કર્યો?' કહી માજી સરપંચ પર હુમલો


