Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સાબરકાંઠામાં કાળજું કંપાવતી દુર્ઘટના: જીઆઈડીસીમાં કામ કરતા યુવક પર અચાનક લિફ્ટ પટકાતા મોત

GIDC Factory Accident: સાબરકાંઠા જીઆઈડીસીની પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝ (Pramukh Industries)માં કામ કરતા યુવક પર અચાનક લિફ્ટ પટકાતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. આ ભયાનક ઘટનાના લાઈવ CCTV વાયરલ થયા છે. યુવકના મોત બાદ ફેક્ટરી માલિકો ફરાર થઈ ગયા છે, જ્યારે મૃતકના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠામાં કાળજું કંપાવતી દુર્ઘટના  જીઆઈડીસીમાં કામ કરતા યુવક પર અચાનક લિફ્ટ પટકાતા મોત
Advertisement

Lift Collapse Accident Live CCTV Viral: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીંની જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં કામકાજ દરમિયાન એક શ્રમિક યુવક પર અચાનક ભારેખમ લિફ્ટ પટકાતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર ભયાનક અકસ્માતના લાઈવ સીસીટીવી (CCTV) ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા છે.

પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

મળતી માહિતી મુજબ, આ ચકચારી ઘટના સાબરકાંઠા જીઆઈડીસીમાં આવેલી પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝ (Pramukh Industries) નામની ફેક્ટરીમાં બની હોવાનું સામે આવ્યું છે. વાયરલ થયેલા સીસીટીવી (CCTV) ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક આશાસ્પદ યુવક ફેક્ટરી પરિસરમાં પોતાનું રોજીંદું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ઉપરથી લિફ્ટ તૂટી (Lift Collapse) પડી હતી. લિફ્ટ એટલી ઝડપથી અને જોરદાર રીતે યુવક પર પટકાઈ કે તેને બચવાની કે ભાગવાની સામાન્ય તક પણ મળી ન હતી. લિફ્ટ નીચે દબાઈ જવાથી યુવકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

Advertisement

યુવકનું મોત થતાં જ ફેક્ટરી માલિકો થયા રફુચક્કર, પરિવારમાં આક્રંદ

આ ગંભીર દુર્ઘટના બાદ ફેક્ટરી વહીવટદારો અને માલિકોની માનવતા મરી પરવારી હોય તેવો ઘાટ સર્જાયો છે. કામદાર યુવકનું મોત થતાં જ કાયદાકીય ગાળિયા અને જવાબદારીમાંથી બચવા માટે ફેક્ટરી માલિકો (Factory Owners) ઘટનાસ્થળેથી તાત્કાલિક રફુચક્કર (Fled Away) થઈ ગયા હતા. બીજી તરફ, ઘરના કમાઉ દીકરાના આવા આકસ્મિક અને ક્રૂર મોત સમાચાર મળતાં જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને પરિવારમાં ભારે શોક અને આક્રંદનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક પોલીસે આ મામલે વાયરલ સીસીટીવીના આધારે અકસ્માતનો ગુનો નોંધી, બેદરકારી દાખવનાર ફરાર ફેક્ટરી માલિકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

આ પણ વાંચો: અમદાવાદમાં નિવૃત્ત DySPના ફાયરિંગ કેસમાં મોટો ધડાકો: 'ડરાવવા નહીં, મર્ડરના ઈરાદે જ ગોળી ચલાવી હોવાનો આક્ષેપ'

Tags :
Advertisement

.

×