Sabarkantha News: પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ભૂકંપ! ભાજપના 15 સભ્યોનો પ્રમુખ સામે બળવો, રાજીનામાનો પત્ર વાયરલ
Sabarkantha News: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાની પ્રાંતિજ (Prantij) નગરપાલિકાના ભાજપના સભ્યોમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. નગરપાલિકાના મહિલા પ્રમુખ અનિતા પંડ્યા (Anita Pandya) અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા (Jignesh Pandya) ની કાર્યશૈલી અને મનમાની સામે નારાજગી વ્યક્ત કરતા ભાજપના15 કોર્પોરેટરોએ જિલ્લા ભાજપ પ્રમુખને પોતાના રાજીનામાંનો પત્ર મોકલી આપ્યો છે. આ સામૂહિક રાજીનામાનો સહીઓ વાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય ગરમાવો આવ્યો છે.
મહિલા પ્રમુખ અને તેના પતિ સામે મનમાનીના આરોપ
મહિલા પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે કોર્પોરેટરોએ વહીવટમાં મનમાની કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
રાજીનામાંનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ
પ્રાંતિજ (Prantij) નગરપાલિકામાં ભાજપ પાસે કુલ 19 બેઠકો છે, જેમાંથી 15કોર્પોરેટરોએ એકસાથે રાજીનામાંનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી વિરોધનો સૂર ઉઠાવ્યો છે.
સંગઠનમાં દોડધામ
એકસાથે 15 સભ્યોના બળવાને કારણે ભાજપ સંગઠન ચોંકી ઊઠ્યું છે. આ સાગમટે વિરોધ પાછળના કારણો અને આખા પ્રકરણમાં કોની દોરીસંચાર છે, તે જાણવા સંગઠન દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
મામલો થાળે પાડવાની કવાયત
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ સંગઠન દ્વારા આ આંતરિક કકળાટને તાત્કાલિક થાળે પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
પ્રાંતિજ (Prantij) ના રાજકારણમાં ખળભળાટ
પ્રમુખ પદની પસંદગી વખતે શરૂઆતથી જ પક્ષમાં ખેંચતાણનો માહોલ હતો, જે હવે આ સામૂહિક રાજીનામાં સ્વરૂપે બહાર આવ્યો છે. આ ઘટનાથી પ્રાંતિજ (Prantij) ના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપનું સ્થાનિક સંગઠન આટલી મોટી સંખ્યામાં થયેલા બળવાને કેવી રીતે શાંત પાડે છે.
સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો
જિલ્લા ભાજપ પ્રમુખને 15 સભ્યોએ રાજીનામાનો પત્ર મોકલ્યો
સામૂહિક રાજીનામાનો સહીવાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ #Sabarkantha #PrantijMunicipality #GujaratBJP #PoliticalCrisis #GujaratPolitics #PrantijNews #BJPUpdates pic.twitter.com/vAUSxxbCXn— Gujarat First (@GujaratFirst) June 1, 2026
આ પણ વાંચો: Mehsana News: વડનગર પાલિકાની સભામાં બબાલ, વ્હીપ ઝૂંટવ્યો અને લાફા માર્યા, વિપક્ષી કોર્પોરેટર સામે ફરિયાદ


