Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Sabarkantha News: પ્રાંતિજમાં બળવાખોર કોર્પોરેટરોને મનાવવા સંગઠનની દોડધામ, ત્રણ બેઠકો છતાં બળવાખોરો ટસના મસ નહીં!

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના 15 કોર્પોરેટરોનો સામૂહિક રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ગરમાવો આવ્યો છે.
sabarkantha news  પ્રાંતિજમાં બળવાખોર કોર્પોરેટરોને મનાવવા સંગઠનની દોડધામ  ત્રણ બેઠકો છતાં બળવાખોરો ટસના મસ નહીં
Advertisement

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના 15 કોર્પોરેટરોનો સામૂહિક રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ગરમાવો આવ્યો છે. નગરપાલિકાના મહિલા પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યાની કાર્યશૈલી તેમજ વહીવટમાં મનમાની સામે નારાજગી વ્યક્ત કરીને કોર્પોરેટરોએ આ આકરો નિર્ણય લીધો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે.

સામૂહિક રાજીનામા બાદ બેઠકોનો દોર

નોંધનીય છે કે, પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપ પાસે કુલ 19 બેઠકો છે, જેમાંથી 15 કોર્પોરેટરોએ એકસાથે રાજીનામાનો પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને સુપરત કરતા ભાજપ સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે લઘુમતી વિસ્તારમાં સભ્યો અને આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં આ સામૂહિક રાજીનામાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, કોર્પોરેટરોએ મોડી રાત્રે હિંમતનગર પહોંચીને જિલ્લા સંગઠનને પત્ર સોંપ્યો હતો.

Advertisement

ભાજપ સંગઠન દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત

આ આંતરિક વિખવાદને થાળે પાડવા માટે ભાજપ સંગઠને પ્રાંતિજ નજીક ત્રણ અલગ-અલગ હોટલોમાં બેઠકોનો દોર શરૂ કર્યો હતો. આ બેઠકોમાં નારાજ કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો અને પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, અત્યાર સુધીની ત્રણેય બેઠકો અનિર્ણિત રહી છે અને કોર્પોરેટરો પોતાના નિર્ણય પર મક્કમ રહેતા ભાજપ માટે ટેન્શન વધ્યું છે. ભાજપ દ્વારા આ બળવા પાછળનું મુખ્ય કારણ શું છે અને કોણે આ ઉશ્કેરણી કરી છે, તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રાંતિજ તાલુકા પંચાયતમાં પણ આવી જ રીતે બળવો થતા રાજકીય વાતાવરણ ગરમાયું હતું.

Advertisement

આ પણ વાંચો:  Sabarkantha News: પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ભૂકંપ! ભાજપના 15 સભ્યોનો પ્રમુખ સામે બળવો, રાજીનામાનો પત્ર વાયરલ

Tags :
Advertisement

.

×