Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Sabarkantha: Polo Forest ની જાળવણી અંગે નિર્ણય, પ્લાસ્ટિક અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

સાબરકાંઠાના નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર પોળો ફોરેસ્ટમાં હવે માનવીય દખલગીરી ઘટાડવા માટે વહીવટી તંત્રએ હથોડો વીંઝ્યો છે. જંગલની મધ્યમાં વધતા પ્રદૂષણ અને ભારે વાહનોના ઘોંઘાટને ડામવા માટે એવો નિર્ણય લેવાયો છે જે પ્રવાસીઓ માટે લાલબત્તી સમાન છે.
sabarkantha  polo forest ની જાળવણી અંગે નિર્ણય  પ્લાસ્ટિક અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
Advertisement
  • Sabarkantha: પોળો ફોરેસ્ટમાં પ્લાસ્ટિક અને ભારે વાહનો પર પ્રતિબંધ!
  • ઇકો ટુરિઝમની જાળવણી માટે તંત્રએ પ્રસિદ્ધ કર્યું નવું જાહેરનામું
  • ઉનાળાના વેકેશનમાં વધતા પ્રવાસીઓના ઘસારાને પગલે કડક નિર્ણય
  • જંગલની સુંદરતા અને વન્ય જીવોને થતું નુકસાન અટકાવવાનો પ્રયાસ
  • પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ અને ભારે વાહનોના પ્રવેશ પર રોક
  • જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર પ્રવાસીઓ સામે થશે શિક્ષાત્મક કાર્યવાહી

Sabarkantha: ગુજરાતના મિનિ કાશ્મીર તરીકે ઓળખાતા પોળો ફોરેસ્ટ (Polo Forest) ના પર્યાવરણ અને વન્ય જીવોની સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોળોના જંગલોને ઇકો ટુરિઝમ (Eco Tourism) તરીકે વધુ સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાના હેતુથી હવેથી અહીં પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ તેમજ ભારે વાહનો (Heavy Vehicles) ના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

પ્રવાસીઓના ભારે ઘસારાને પગલે નિર્ણય

હાલમાં ઉનાળાની રજાઓ (Summer Vacation) ચાલી રહી છે, જેને પગલે પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવતા પ્લાસ્ટિકના કચરાને કારણે જંગલની સુંદરતાને નુકસાન પહોંચતું હતું અને વન્ય પ્રાણીઓના (Wildlife) આરોગ્ય પર પણ ખતરો મંડરાતો હતો. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને જંગલ અને વન્ય જીવોને થતું નુકસાન અટકાવવા માટે તંત્રએ આ કડક પગલું ભર્યું છે.

Advertisement

Sabarkantha_GUJARAT_FIRST_NEWS

Advertisement

Sabarkantha: જાહેરનામાના ભંગ બદલ થશે કાર્યવાહી

નવા નિયમો મુજબ, પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્લાસ્ટિકની બોટલો, બેગ કે અન્ય કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુઓ લઈ જઈ શકાશે નહીં. તે જ રીતે, સાંકડા રસ્તાઓ અને જંગલની શાંતિ જાળવવા માટે ભારે વાહનો પર પણ રોક લગાવી દેવામાં આવી છે. જાહેરનામાના આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કે વાહનચાલક સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પ્રકૃતિ પ્રેમીઓએ તંત્રના આ નિર્ણયને આવકાર્યો છે, જેથી આવનારી પેઢી માટે આ કુદરતી વારસો જળવાઈ રહે.

આ પણ વાંચો: Gir Somnath: દેવસ્થાન પર ડિમોલિશનથી ભારે વિવાદ, તંત્રની ભૂલ બાદ કલેક્ટરે આપ્યું પુનઃનિર્માણનું આશ્વાસન

Tags :
Advertisement

.

×