Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Sabarkantha Accident: પૂનમ ભરવા જતાં પદયાત્રીને કાળ આંબી ગયો, બાઈકની ટક્કરે શ્રદ્ધાળુનું કરુણ મોત

Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લાના ઈડર-વડાલી હાઈવે પર રામપુર પાટિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખેડબ્રહ્મા ખાતે પૂનમ ભરવા માટે પગપાળા જઈ રહેલા પદયાત્રીને પૂરપાટ ઝડપે આવી રહેલા બાઈક ચાલકે પાછળથી ટક્કર મારતા પદયાત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
sabarkantha accident  પૂનમ ભરવા જતાં પદયાત્રીને કાળ આંબી ગયો  બાઈકની ટક્કરે શ્રદ્ધાળુનું કરુણ મોત
Advertisement
  • Sabarkantha ના ઈડર-વડાલી હાઈવે પર સર્જાયો અકસ્માત
  • ખેડબ્રહ્મા પગપાળા જઈ રહેલા પદયાત્રીને નડ્યો અકસ્માત
  • રામપુર પાટિયા પાસે બાઈક ચાલકે પદયાત્રીને મારી ટક્કર
  • નાના કોટડા ગામના સુરેશભાઈ રાઠોડનું ઘટનાસ્થળે મોત
  • અકસ્માત સર્જનાર બાઈક ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લાના ઈડર-વડાલી હાઈવે પર રામપુર પાટિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખેડબ્રહ્મા ખાતે પૂનમ ભરવા માટે પગપાળા જઈ રહેલા પદયાત્રીને પૂરપાટ ઝડપે આવી રહેલા બાઈક ચાલકે પાછળથી ટક્કર મારતા પદયાત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

Sabarkantha Road Accident Idar Vadali Highway-Gujarat first

Advertisement

Sabarkantha ના ઈડર-વડાલી હાઈવે પર સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, ઈડરના નાના કોટડા ગામના સુરેશભાઈ કાંતિભાઈ રાઠોડ અન્ય શ્રદ્ધાળુઓ સાથે ખેડબ્રહ્મા દર્શન માટે પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન રામપુર પાટિયા પાસે એક બાઈક ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે સુરેશભાઈએ સ્થળ પર જ દમ તોડ્યો હતો. અકસ્માત સર્જનાર બાઈક ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

Advertisement

Sabarkantha Road Accident Idar Vadali Highway-Gujarat first

પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતા જ વડાલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પદયાત્રીના મોત સમાચારથી નાના કોટડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: Navsari Lafakand: ચૂંટણીના દિવસે થયેલા 'લાફાકાંડ' માં આખરે એક્શન,પૂર્વ ચીફ ઓફિસરની વધી મુશ્કેલી

Tags :
Advertisement

.

×