Sarangpurdham માં શ્રીકષ્ટભંજનદેવ દાદાને કરાયો વિશેષ શણગાર
- દાદાને શનિવાર નિમિતે કરાયો વિશેષ શણગાર
- દાદાના દરબારમાં ભકિત અને શ્રદ્ધાનો સંગમ જોવા મળ્યો
- હજારો ભકતોએ દાદાના દરબારમાં શીષ ઝુકાવ્યું
- મંગળવાર અને શનિવારે દાદાને કરાય છે વિશેષ શણગાર
- મહાપ્રસાદ લઈ ભકતોએ ધન્યતા અનુભવી
Sarangpurdham : બોટાદના સાળંગપુર ધામ ( Sarangpurdham )માં ઉનાળાની આ ઋતુમાં દાદાને શીતળતા બક્ષતા મોગરાના પુષ્પોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને મોગરાના ફૂલોના ( flowers ) અત્યંત કલાત્મક વાઘા ધરાવવામાં આવ્યા હતા. સમગ્ર સિંહાસનને મોગરા અને ગુલાબના ( rose ) સુગંધિત પુષ્પોથી સુશોભિત કરી મનમોહક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. સવારે 05:30 કલાકે મંદિરના પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. સવારે 07:00 કલાકે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી. કેરીઓનો ( mango ) અન્નકૂટ દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
શનિવારે દાદાને કરાય છે વિશેષ શણગાર
શનિવાર હોવાથી વહેલી સવારથી જ હજારો હરિભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મોગરાની ભીની સુગંધ અને દાદાના દિવ્ય મુખારવિંદના દર્શન કરીને તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. દરેક તહેવાર પ્રમાણે પણ દાદાને વિશેષ શણગાર કરવામાં આવે છે, તો શનિવાર અને મંગળવારે પણ અલગ-અલગ થીમ પર શણગાર કરવામાં આવે છે, વહેલી સવારે ભકતોએ મંગળા આરતીનો પણ લાભ લીધો હતો અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Sarangpurdham : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો ઇતિહાસ
સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીનું મંદિર સમગ્ર ભારતમાં શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ મંદિરનો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ સંત સદગુરુ ગોપાળાનંદ સ્વામી સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે તે સમયે ભક્તો અનેક પ્રકારના શારીરિક, માનસિક અને ગ્રહદશા (ખાસ કરીને શનિદેવની પનૌતી) થી પીડાતા હતા. ભક્તોના આ કષ્ટો દૂર કરવા માટે ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીનું એક એવું સ્વરૂપ પ્રગટ કરવાનું નક્કી કર્યું જે દુઃખનો નાશ કરનાર હોય.
આ પણ વાંચો : BAPS Diksha Mahotsav Sarangpur: MBA અને એન્જિનિયર સહિત 29 તેજસ્વી યુવાનોએ મહંત સ્વામીના હસ્તે લીધી દીક્ષા


