Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat Tiger: ગુજરાતમાં આવેલા વાઘના જીવ પર ગંભીર જોખમ, જાણો સમગ્ર મામલો

Gujarat Tiger: ગુજરાતમાં આવેલા વાઘના જીવ પર ગંભીર જોખમ છે. જેમાં દાહોદના જંગલમાં સ્થાયી થયેલ વાઘ સામે ખતરાની ફરિયાદ કરવામાં આવી છે. તેમજ વાઘ સામે ખતરાની વકીલે કલેક્ટરને ફરિયાદ કરી છે. જેમાં બેફામ દોડતા રેતીના ડમ્પરો જીવલેણ સાબિત થઈ શકે છે તેમ જણાવ્યું છે. તથા કેવડી અને રતનમહાલ અભ્યારણ્ય વચ્ચે ડમ્પરો દોડે છે. કોઈ અધિકૃત લીઝ ન હોવા છતાં મોટી સંખ્યામાં ડમ્પરોની હાજરી જોવા મળી છે.
gujarat tiger  ગુજરાતમાં આવેલા વાઘના જીવ પર ગંભીર જોખમ  જાણો સમગ્ર મામલો
Advertisement
  • Gujarat Tiger: દાહોદના જંગલમાં સ્થાયી થયેલ વાઘ સામે ખતરાની ફરિયાદ
  • વાઘ સામે ખતરાની વકીલે કરી કલેક્ટરને ફરિયાદ કરી
  • બેફામ દોડતા રેતીના ડમ્પરો થઈ શકે છે જીવલેણ સાબિત

Gujarat Tiger: ગુજરાતમાં આવેલા વાઘના જીવ પર ગંભીર જોખમ છે. જેમાં દાહોદના જંગલમાં સ્થાયી થયેલ વાઘ સામે ખતરાની ફરિયાદ કરવામાં આવી છે. તેમજ વાઘ સામે ખતરાની વકીલે કલેક્ટરને ફરિયાદ કરી છે. જેમાં બેફામ દોડતા રેતીના ડમ્પરો જીવલેણ સાબિત થઈ શકે છે તેમ જણાવ્યું છે. તથા કેવડી અને રતનમહાલ અભ્યારણ્ય વચ્ચે ડમ્પરો દોડે છે. કોઈ અધિકૃત લીઝ ન હોવા છતાં મોટી સંખ્યામાં ડમ્પરોની હાજરી જોવા મળી છે.

વન વિભાગ પણ આ ગંભીર સ્થિતિથી અવગત છે

ગેરકાયદે રેતી ચોરી થતી હોવાની પણ આશંકા છે. તથા પેટ્રોલિંગ સઘન કરવા અને ડમ્પરો પર પ્રતિબંધ મૂકવા માગ કરાઈ છે. ગુજરાત માટે જે ગૌરવની ક્ષણ હતી, તે હવે ચિંતામાં ફેરવાઈ છે! છોટાઉદેપુર અને દાહોદના જંગલોમાં વર્ષો પછી જે વાઘના વસવાટની પુષ્ટિ થઈ છે, તેના જીવ પર હવે ખતરો મંડરાઈ રહ્યો છે. આ કોઈ સામાન્ય આશંકા નથી, પરંતુ છોટાઉદેપુરના એડવોકેટ જાવેદઅલી બ્લોચ દ્વારા કરવામાં આવેલી એક અત્યંત ગંભીર રજૂઆત છે. તો વન વિભાગ પણ આ ગંભીર સ્થિતિથી અવગત છે.

Advertisement

Panchmahal, Environment lover, Gujarat, Tiger

Advertisement

Gujarat Tiger: ટાઇગર કોરિડોરમાં રાત્રિના સમયે રેતી ભરેલા ડમ્પરોની દોડ

એડવોકેટ જાવેદઅલી બ્લોચે જિલ્લા કલેક્ટર અને નાયબ વન સંરક્ષક (DCF) ને લેખિતમાં અરજી કરીને સનસનીખેજ ખુલાસો કર્યો છે. વકીલે પુરાવા સાથે જણાવ્યું છે કે, કેવડી અને રતનમહાલ અભયારણ્ય વચ્ચેના ટાઇગર કોરિડોરમાં રાત્રિના સમયે રેતી ભરેલા ડમ્પરો કોઈ પણ રોકટોક વગર પૂરપાટ ઝડપે દોડી રહ્યા છે. આ વિસ્તારમાં કોઈ અધિકૃત રેતીની લીઝ ન હોવા છતાં સેંકડો ડમ્પરોની અવરજવર ગેરકાયદેસર રેતી ચોરી તરફ ઈશારો કરે છે. ડમ્પરોની તેજ હેડલાઇટ્સ અને બેફામ ગતિને કારણે રાષ્ટ્રીય પ્રાણી વાઘ કોઈ પણ સમયે અડફેટે આવી શકે છે, જે તેના માટે જીવલેણ સાબિત થશે.

વન્યજીવોની રક્ષા કરવી એ આપણી નૈતિક અને કાયદાકીય ફરજ

એડવોકેટ બ્લોચે તંત્રને ચેતવણી આપી છે કે વન્યજીવોની રક્ષા કરવી એ આપણી નૈતિક અને કાયદાકીય ફરજ છે. તેમણે માંગ કરી છે કે આ માર્ગ પર રાત્રિ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે અને ગેરકાયદેસર દોડતા ડમ્પરો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી કડક કાર્યવાહી કરવામાં આવે. તો આ સંદર્ભે વન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે વાઘ સામે જોખમની આ સ્થિતિથી વાકેફ છે અને આ બાબતે સ્ટેટ આર એન્ડ બી અને ખાન ખનીજ વિભાગને જરૂરિયાત કાર્યવાહી કરવા જણાવેલ છે.

આ પણ વાંચો: Gujarat: પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને લઈ જાહેરાત

Tags :
Advertisement

.

×