Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Somnath Amrit Parv-2026: લૂંટારૂઓના આક્રમણથી લઈને પરમાણુ પરીક્ષણ સુધી, PM Modi એ વર્ણવી ભારતની મક્કમતા

somnath amrit parv 2026  લૂંટારૂઓના આક્રમણથી લઈને પરમાણુ પરીક્ષણ સુધી  pm modi એ વર્ણવી ભારતની મક્કમતા
Advertisement

Somnath Amrit Parv-2026: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પુનઃનિર્મિત મંદિરના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે 'સોમનાથ અમૃતપર્વ-2026' (Somnath Amrit Parv-2026) ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે આસ્થા, શક્તિ અને ટેકનોલોજીનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. આ પાવન અવસરે સહભાગી થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથની પવિત્ર ધરતી પર પહોંચ્યા છે, અહીં તેઓ મંદિરના 75 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર 11 તીર્થોના પવિત્ર જળથી હાઈટેક કુંભાભિષેક કર્યો હતો ત્યારે 1,860 કિલોના વિશાળ કુંભને 90 મીટર ઊંચી ક્રેન દ્વારા શિખર સુધી લઈ જઈ રિમોટ સેન્સરથી થનારો આ અભિષેક જોવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. જુઓ પળેપળની અપડેટ....

Advertisement

1998 ના ઐતિહાસિક દિવસને યાદ કરતા પીએમ મોદીએ શું કહ્યું?

May 11, 2026 1:10 pm

Advertisement

પીએમ મોદીએ જણાવ્યું કે ઇતિહાસમાં લૂંટારૂઓએ સોમનાથના વૈભવ અને ગૌરવને તોડવાના અનેક પ્રયાસો કર્યા, પરંતુ ભારતની આસ્થા ક્યારેય ડગી નથી. તેમણે 11 મે, 1998 ના ઐતિહાસિક દિવસને યાદ કરતા કહ્યું કે, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણો કરીને વિશ્વને પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો. આ પરીક્ષણોએ ભારતીય વૈજ્ઞાનિકોના પરાક્રમને વૈશ્વિક ફલક પર સાબિત કર્યું હતું.

વૈશ્વિક દબાણ સામે અડગ ભારત: પીએમ મોદી

May 11, 2026 1:10 pm

વડાપ્રધાને ઉમેર્યું કે પરમાણુ પરીક્ષણ બાદ વિશ્વની મહાસત્તાઓ ભારત પર લાલચોળ થઈ હતી અને દેશને ચારેબાજુથી ઘેરવાના પ્રયાસો થયા હતા. તમામ રસ્તાઓ બંધ જણાતા હતા, તેમ છતાં ભારત ડગ્યું નહીં. તેમણે ગર્વ સાથે કહ્યું કે ગમે તેટલા આક્રમણો કે વૈશ્વિક દબાણ હોય, ભારત એક અલગ જ માટીનું બનેલું છે. મુશ્કેલ સંજોગોમાં પણ ભારત પોતાનો રસ્તો બનાવવાની ક્ષમતા ધરાવે છે.

પીએમ મોદીએ સોમનાથને વિનાશ સામે સર્જનના સંકલ્પનું પ્રતીક ગણાવ્યું

May 11, 2026 12:58 pm

મોદીએ ભારપૂર્વક કહ્યું કે, અનેક આક્રમણો છતાં ભારતની આધ્યાત્મિક ચેતના અવિનાશી રહી છે, જેનો પુરાવો આ ભવ્ય મંદિર છે. આજનું ભારત પોતાની આઝાદીની સાથે સાથે પોતાના ભવ્ય વારસાને પણ પૂરા ગૌરવ સાથે સ્વીકારી રહ્યું છે.સોમનાથની આ ધરતી સદીઓથી સમગ્ર વિશ્વને માનવતા અને કલ્યાણનો માર્ગ બતાવી રહી છે.

પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરતા શું કહ્યું ?

May 11, 2026 12:58 pm

પીએમ મોદીએ જણાવ્યું કે સોમનાથનો જીર્ણોદ્ધાર ભારતની અસ્મિતાનો પુનર્જન્મ હતો. સરદાર પટેલે રજવાડાઓનું એકીકરણ કરી જે અખંડ ભારત બનાવ્યું, સોમનાથ તેનું સાંસ્કૃતિક કેન્દ્ર છે.

સોમનાથને બ્રહ્માંડના સૂર સાથે સરખાવ્યો

May 11, 2026 12:55 pm

પીએમ મોદીએ સોમનાથને બ્રહ્માંડના સૂર સાથે સરખાવતા જણાવ્યું કે, વૈદિક મંત્રોચ્ચાર અને સમુદ્રના નાદ વચ્ચે આજે આખું વિશ્વ 'જય સોમનાથ'ના ગુંજારવમાં મગ્ન છે.મંદિરમાં મૂર્તિની સ્થાપના અને અભિષેકના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે પીએમ મોદીએ આ આધુનિક સ્વરૂપને ભારતની હજારો વર્ષ જૂની આધ્યાત્મિક યાત્રાનો પાવન લહાવો ગણાવ્યો હતો.

પીએમ મોદીએ રૂ. 75નો સ્મારક સિક્કો અને વિશેષ પોસ્ટ ટિકિટ જાહેર કરી

May 11, 2026 12:54 pm

આ ઐતિહાસિક સ્મૃતિને ચિરંજીવી બનાવવા વડાપ્રધાને રૂ. 75નો સ્મારક સિક્કો અને વિશેષ પોસ્ટ ટિકિટ જાહેર કરી હતી.

પીએમ મોદીનું સંબોધન શરુ

May 11, 2026 12:48 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના સાનિધ્યમાં આયોજિત સભામાં સંબોધન દરમિયાન જણાવ્યું કે આજે સોમનાથ મંદિરની પુનઃસ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જે ભારતની સાંસ્કૃતિક ચેતનાના પુનરુત્થાનનું પ્રતીક છે.તેમણે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પને યાદ કરતા કહ્યું કે, સરદાર સાહેબના પ્રયાસોથી જ આજે સોમનાથ આટલી ભવ્યતાથી ઊભું છે

પીએમ મોદીએ લીધી સોમનાથ ટ્રસ્ટ મ્યુઝિયમની મુલાકાત

May 11, 2026 12:28 pm

એર શોના ભવ્ય સમાપન બાદ વડાપ્રધાન મોદીએ સોમનાથ ટ્રસ્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ અહીં સંગ્રહિત મંદિરના પ્રાચીન અવશેષો અને ઐતિહાસિક વિરાસતનું ખૂબ જ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.આ મ્યુઝિયમમાં સચવાયેલા સોમનાથ મંદિરના ભવ્ય ભૂતકાળના પુરાવાઓ અને શિલ્પકલાના નમૂનાઓ નિહાળી વડાપ્રધાને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરની જાણકારી મેળવી હતી.

સૂર્યકિરણ ટીમે હવામાં હાર્ટશેપ બનાવી સૌને મંત્રમુગ્ધ કર્યા

May 11, 2026 12:28 pm

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે સોમનાથના આકાશમાં હોક MK-132 વિમાનો દ્વારા અત્યંત આકર્ષક કલાબાજીઓ રજૂ કરી હતી, જેમાં આકાશમાં 'હાર્ટશેપ' બનાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

સૂર્યકિરણ ટીમે અદભુત કરતબોથી જમાવ્યું આકર્ષણ

May 11, 2026 12:09 pm

સોમનાથના આકાશમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત 'સૂર્યકિરણ' ટીમે પોતાના અત્યંત જોખમી અને આકર્ષક કરતબો બતાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વાયુસેનાના સાહસિક પાયલોટોએ હવામાં વિવિધ ફોર્મેશન બનાવીને આકાશી કલાબાજીઓ રજૂ કરી હતી.

ધ્વજારોહણ અને પૂજન

May 11, 2026 12:02 pm

શિખર પર અભિષેક કરવાની સાથે પીએમ મોદીએ પરંપરાગત વિધિ વિધાન સાથે સોમનાથ મંદિરે ધ્વજારોહણ પણ કર્યું હતું.

પીએમ મોદીએ મંદિરના શિખર પર પવિત્ર જળાભિષેક કર્યો

May 11, 2026 12:02 pm

સોમનાથ મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મંદિરના શિખર પર પવિત્ર જળાભિષેક કરીને એક નવો અધ્યાય લખ્યો છે. આ વિશેષ વિધિ માટે દેશના 11 પવિત્ર તીર્થસ્થળો પરથી લાવવામાં આવેલા જળને એક વિશાળ કળશમાં એકત્રિત કરવામાં આવ્યું હતું. 90 મીટર જેટલી વિશાળ ઊંચાઈ ધરાવતી ક્રેન દ્વારા પવિત્ર કુંભને મંદિરના શિખર સુધી પહોંચાડવામાં આવ્યો હતો, જ્યાં પીએમ મોદીએ રિમોટ કંટ્રોલ દ્વારા આ કુંભાભિષેક સંપન્ન કર્યો હતો.

ચેતક હેલિકોપ્ટર દ્વારા મંદિર પરિસર પર પુષ્પવર્ષા

May 11, 2026 11:50 am

એક તરફ મંદિરની અંદર આધ્યાત્મિક માહોલમાં પૂજા ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ આકાશમાંથી ચેતક હેલિકોપ્ટર દ્વારા મંદિર પરિસર પર સતત પુષ્પવર્ષા કરવામાં આવી રહી હતી. મંદિરની અંદર શિવભક્તિ અને મંદિરની બહાર વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા કરાયેલી ફૂલોની વર્ષાએ એક અત્યંત દિવ્ય અને અલૌકિક દ્રશ્ય ઉભુ કર્યું હતું.

ભગવાન શિવની વિશેષ અભિષેક પૂજા સંપન્ન

May 11, 2026 11:50 am

સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભગવાન શિવની વિશેષ અભિષેક પૂજા સંપન્ન કરવામાં આવી છે. પૂજાવિધિ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદીએ દેવાધિદેવ સોમનાથ મહાદેવની ભક્તિભાવ પૂર્વક આરતી ઉતારી હતી.

પીએમ મોદીએ સોમનાથ દાદાની પૂજા કરી મેળવ્યા આશીર્વાદ

May 11, 2026 11:32 am

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી પવિત્ર જળાભિષેક કર્યો હતો. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને ગંભીર ભક્તિભાવ સાથે પીએમ મોદીએ દેવાધિદેવની વિશેષ પૂજા-અર્ચના કરી દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. સોમનાથ અમૃતપર્વના આ પાવન અવસરે વડાપ્રધાને લોકકલ્યાણની મંગલ કામના સાથે મહાદેવ સમક્ષ પ્રાર્થના કરી હતી, જેના પગલે સમગ્ર મંદિર પરિસર શિવમય અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું.

પીએમ મોદી સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં પૂજા-અર્ચના કરી

May 11, 2026 11:24 am

સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ હવે વડાપ્રધાન સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં પૂજા-અર્ચના કરવા માટે પ્રસ્થાન કર્યું હતું,

પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમા પર ફૂલ અર્પણ કર્યા

May 11, 2026 11:24 am

મંદિરમાં પ્રવેશતા પૂર્વે પીએમ મોદીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર પટેલની પ્રતિમા પર ફૂલો અર્પણ કરી પીએમ મોદીએ તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.

પીએમ મોદી સોમનાથ મંદિર પરિસરમાં પહોંચ્યા

May 11, 2026 11:24 am

રોડ-શો પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર પરિસરમાં પહોંચ્યા છે.

પીએમ મોદીનો ભવ્ય રોડ-શો સંપન્ન

May 11, 2026 11:24 am

સોમનાથના માર્ગો પર વડાપ્રધાનનો 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ-શો સંપન્ન થયો છે.

પીએમ મોદીએ નગરજનોનું અભિવાદન ઝીલ્યું

May 11, 2026 11:01 am

રોડ-શો દરમિયાન પીએમ મોદીએ હાથ હલાવીને ભક્તો અને નગરજનોનું અભિવાદન ઝીલ્યું

વડાપ્રધાનને જોવા અનેરો ઉત્સાહ

May 11, 2026 11:01 am

રોડ-શોના સમગ્ર રૂટ પર ઉમટી પડેલી જનમેદનીમાં વડાપ્રધાનને જોવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો લોકોએ 'મોદી મોદી' અને 'હર હર મહાદેવ'ના ગગનભેદી નારા લગાવ્યા હતા.

PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત

May 11, 2026 10:59 am

સોમનાથમાં ડમરુંના પવિત્ર નાદ સાથે શિવમય વાતાવરણ સર્જાયું હતું, પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ કલાકારોએ ગરબા રજૂ કરી PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

સોમનાથ હેલિપેડથી હમીરજી સર્કલ સુધી પીએમ મોદીનો રોડ શો

May 11, 2026 10:59 am

સોમનાથ હેલિપેડથી હમીરજી સર્કલ સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ-શો યોજાયો જેમાં PM મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાયા.

તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો

May 11, 2026 10:16 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન સોમનાથ મહાદેવના દર્શન કરી કુંભાભીષેક કરશે તેની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે. હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવશે અને સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો પણ યોજશે.

થોડીવારમાં વડાપ્રધાન મોદી સોમનાથના ગીતા મંદિર હેલિપેડ ખાતે ઉતરશે

May 11, 2026 9:43 am

વડાપ્રધાન થોડી જ વારમાં સોમનાથના ગીતા મંદિર હેલિપેડ (Helipad) ખાતે ઉતરાણ કરશે. પીએમ મોદીના આગમનને વધાવવા માટે આકાશી નઝારો જોવા જેવો હશે. જામનગર એરફોર્સ દ્વારા સોમનાથ મંદિર પર હેલિકોપ્ટર મારફતે પુષ્પવર્ષા (Flower Shower) કરવામાં આવશે. આ ઉપરાંત, વાયુસેનાની પ્રખ્યાત 'સૂર્યકિરણ' (Surya Kiran) ટીમ દ્વારા આકાશી કરતબો એટલે કે એર શો (Air Show) રજૂ કરવામાં આવશે, જે આ ઉત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરથી સોમનાથ માટે રવાના

May 11, 2026 9:43 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસ (Circuit House) ખાતે રાત્રિ નિવાસ કર્યા બાદ આજે સવારે સોમનાથ જવા માટે પ્રસ્થાન કર્યું છે. પીએમ મોદી જામનગર એરફોર્સ સ્ટેશન (Air Force Station) થી ભારતીય વાયુસેનાના વિશેષ હેલિકોપ્ટર (Helicopter) મારફતે સોમનાથ માટે રવાના થયા છે. તેમની સાથે સુરક્ષા કાફલો અને ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે.

પીએમ મોદી ગમે તે ક્ષણે સોમનાથ હેલિપેડ પર ઉતરાણ કરશે

May 11, 2026 8:50 am

પીએમ મોદીનું જામનગરથી હેલિકોપ્ટર મારફતે અંદાજે 10:00 કલાકે સોમનાથ હેલિપેડ પર ઉતરાણ થશે. હેલિપેડ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ તેઓ રોડ-શો સ્વરૂપે સોમનાથ મંદિર તરફ પ્રસ્થાન કરશે.મંદિર પહોંચ્યા બાદ તેઓ 11 તીર્થોના જળ ભરેલા 1,860 કિલોના હાઈટેક કુંભ દ્વારા શિખર પર અભિષેક કરશે.

This Live Blog has Ended
Advertisement

.

×