Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar: લખતર-વઢવાણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર ઝાડ સાથે અથડાઈ, 5 લોકો ઇજાગ્રસ્ત

Surendranagar Accident News: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના લખતર (Lakhtar) વિસ્તારમાં અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. વઢવાણથી વિરમગામ હાઈવે (Vadhwan-Viramgam Highway) પર છેલ્લા 16 કલાકમાં અકસ્માતની ત્રીજી ઘટના સામે આવી છે. લખતરનાઝમર ગામ પાસે એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડના ઝાડ અને સાઈનબોર્ડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે
surendranagar  લખતર વઢવાણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત  કાર ઝાડ સાથે અથડાઈ  5 લોકો ઇજાગ્રસ્ત
Advertisement
  • સુરેન્દ્રનગર (Surendranagar) ના લખતર (Lakhtar) માં ગમખ્વાર અકસ્માત
  • સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં થયો અકસ્માત
  • કાર ઝાડ સાથે અથડાતાં 5 લોકો થયા ઇજાગ્રસ્ત
  • 2 ગંભીર ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • બાપાસીતારામની મઢુલી (Bapa Sitaram Madhuli) પાસે સર્જાયો અકસ્માત
  • પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

Surendranagar Accident News: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના લખતર (Lakhtar) વિસ્તારમાં અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. વઢવાણથી વિરમગામ હાઈવે (Vadhwan-Viramgam Highway) પર છેલ્લા 16 કલાકમાં અકસ્માતની ત્રીજી ઘટના સામે આવી છે. લખતરનાઝમર ગામ પાસે એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડના ઝાડ અને સાઈનબોર્ડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, કાર લખતરથી સુરેન્દ્રનગર (Surendranagar) તરફ જઈ રહી હતી. જ્યારે કાર ઝમર ગામના પાદર પાસે આવેલી 'બાપાસીતારામની મઢુલી' (Bapa Sitaram Madhuli) નજીક પહોંચી, ત્યારે રસ્તામાં આવેલા બમ્પ (Speed Breaker) ન દેખાતા ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. કાર એટલી સ્પીડમાં હતી કે તે સીધી જ સાઈડમાં આવેલા સાઈનબોર્ડ અને ઝાડ સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો.

Advertisement

Surendranagar-Lakhtar Car Accident News- Lakhtar Accident- Gujarat first

Advertisement

સ્થાનિકોની મદદ અને બચાવ કામગીરી

અકસ્માતનો અવાજ સાંભળીને ઝમર ગામના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા લોકોને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ (108 Emergency Service) ને કરવામાં આવતા ટીમ તુરંત પહોંચી હતી. પાંચ ઇજાગ્રસ્તો પૈકી ગંભીર રીતે ઘવાયેલા યુવકોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલ (Surendranagar Hospital) માં ખસેડવામાં આવ્યા છે.

Surendranagar-Lakhtar Car Accident News- Lakhtar Accident- Gujarat first

16 કલાકમાં 3 અકસ્માત

લખતર વિસ્તારમાં વઢવાણ-વિરમગામ હાઈવે હવે અકસ્માત ઝોન બની રહ્યો હોય તેમ જણાય છે. છેલ્લા 16 કલાકમાં આ પટ્ટા પર બે કાર અને એક એક્ટિવા વચ્ચે અકસ્માતની ઘટનાઓ બની છે. સ્થાનિક પોલીસે (Lakhtar Police) આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વારંવાર થતા અકસ્માતોને પગલે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :  PM Modi Gujarat visit : PM મોદી આજે ગુજરાતમાં, સાણંદમાં સેમિકંડક્ટરના નવા પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

Tags :
Advertisement

.

×