Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar News: ૩ વર્ષના અમાન શેખની અનોખી સિદ્ધિ , ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મેળવ્યું સ્થાન

Surendranagar News: સુરેન્દ્રનગરના ૩ વર્ષના અમાન શેખે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. જાણો કેવી રીતે આ માસૂમ બાળકે પોતાની યાદશક્તિથી સૌને ચોંકાવી દીધા...
surendranagar news  ૩ વર્ષના અમાન શેખની અનોખી સિદ્ધિ   ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મેળવ્યું સ્થાન
Advertisement

Surendranagar Aman Shaikh News: સુરેન્દ્રનગર નગરમાં રહેતા માત્ર 3 વર્ષના અમાન શેખે પોતાની અસાધારણ બૌદ્ધિક ક્ષમતાનો પરિચય આપી સમગ્ર રાજ્યને આશ્ચર્યચકિત કરી દીધું છે. સામાન્ય રીતે જે ઉંમરે બાળકો પોતાના માતા-પિતાના નામ પણ સ્પષ્ટ રીતે બોલતા શીખતા હોય છે, તે ઉંમરે અમાન શેખે પોતાની યાદશક્તિના જોરે 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં સ્થાન મેળવી એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ અસાધારણ સફળતા બદલ તેને મેડલ આપીને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે.

Surendranagar ના 3 વર્ષના અમાનની અનોખી સિદ્ધિ

અમાન અત્યંત નાની વયે જનરલ નોલેજના 50 જેટલા પ્રશ્નોના કડકડાટ જવાબો આપીને પોતાની વિલક્ષણ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. એટલું જ નહીં, પરંતુ તે પ્રાણીઓ, પક્ષીઓ, દરિયાઈ જીવો અને વિવિધ ઈલેક્ટ્રોનિક ઉપકરણોને જોતાની સાથે જ ઓળખી બતાવવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. ભાષાકીય કૌશલ્યમાં પણ તે પાછળ નથી, કારણ કે માત્ર 3 વર્ષની ઉંમરે તેને અંગ્રેજીના 18 જેટલા વિરોધી શબ્દો (Antonyms) મોઢે યાદ છે.

Advertisement

અંગ્રેજીના 18 જેટલા વિરોધી શબ્દો બોલવાની અસાધારણ ક્ષમતા

રેકોર્ડ સત્તાવાળાઓ સમક્ષ પળવારમાં જ સેંકડો વસ્તુઓ ઓળખી બતાવી અને પ્રશ્નોના અસ્ખલિત જવાબો આપ્યા હતા અને પોતાની પ્રતિભા સિદ્ધ કરી હતી. તેણે 1 થી 20 સુધીની સંખ્યાઓની ગણતરી કરવાની સાથે, 22 જંગલી પ્રાણીઓ, 10 દરિયાઈ જીવો, 12 પક્ષીઓ અને 12 જંતુઓની ચોક્કસ ઓળખ આપી હતી. સાથે જ 14 શાકભાજી, 15 ફળો અને 15 પ્રકારના ભૌમિતિક આકારોના નામ પણ તેણે પળવારમાં જણાવી દીધા હતા.

Advertisement

અમાનની અસાધારણ સિદ્ધિથી સમગ્ર ઝાલાવાડનું ગૌરવ વધ્યું

માત્ર ઓળખ જ નહીં, પરંતુ વસ્તુઓનું નામકરણ કરવામાં પણ તે અત્યંત કુશળ છે. તેણે 22 અલગ-અલગ વાહનો અને 15 ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ઓળખ કરી છે. આ ઉપરાંત, શરીરના 20 અંગો, 22 પ્રકારની માનવીય ક્રિયાઓ, 27 સમુદાય સહાયકો, 24 પ્રખ્યાત હસ્તીઓ અને અંગ્રેજી મૂળાક્ષરોના તમામ 26 અક્ષરોને તે સડસડાટ બોલી શકે છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલા અમાન શેખની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા અને ગુજરાત માટે ગૌરવનો વિષય છે.

આ પણ વાંચો:  Gujarat Weather Forecast: આગામી ૩ કલાકમાં આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, 'નાઉકાસ્ટ' બુલેટિન જાહેર

Tags :
Advertisement

.

×