Surendranagar: લખતરમાં ભ્રષ્ટ નાયબ મામલતદાર અને પટ્ટાવાળાનો ખેલ ખતમ, 20 હજારની લાંચ લેતા ધરપકડ
- Surendranagar: લખતર નાયબ મામલતદારને લાંચ લેવી ભારે પડી
- ACBએ રંગેહાથે ઝડપી પાડ્યો
- નાયબ મામલતદાર અને પટ્ટાવાળો લાંચ લેતા ઝડપાયા
- જમીનની નોંધ પ્રમાણિત કરવા રૂ. 20,000ની લાંચ લેવી પડી ભારે
- મહેસૂલ વિભાગના બે કર્મચારીઓ જેલના સળિયા પાછળ
Surendranagar: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર (Corruption) ના નાગપાશને નાથવા માટે એન્ટી કરપ્શન બ્યુરોએ (Anti-Corruption Bureau) વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસૂલ વિભાગના ઉચ્ચ હોદ્દેદાર અને એક કર્મચારીએ ખેત જમીનની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં લાંચ (Bribe) ની માંગણી કરી હતી. જનતાની સેવા માટે નિમણૂક પામેલા આ કર્મચારીઓએ પોતાના અંગત સ્વાર્થ માટે ભ્રષ્ટાચારનો માર્ગ અપનાવતા હતા, પરંતુ અંતે કાયદાના શરણે જવાનો વારો આવ્યો છે. એસીબી પોલીસની આ ત્વરિત અને આયોજનબદ્ધ કાર્યવાહીએ ભ્રષ્ટ માનસિકતા ધરાવતા સરકારી બાબુઓમાં ફફડાટ મચાવી દીધો છે.
Surendranagar: જમીનની નોંધ પ્રમાણિત કરવા માંગી હતી લાંચ
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ફરિયાદીના પિતાએ વેચાણથી રાખેલી ખેત જમીનની નોંધ પ્રમાણિત (Verify) કરવા માટે નાયબ મામલતદારે નાણાંની માંગણી કરી હતી. આ કામગીરી પૂર્ણ કરવાના બદલામાં શરૂઆતમાં 50 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જોકે, ફરિયાદી અને અધિકારી વચ્ચે વાટાઘાટાના અંતે 20 હજાર રૂપિયાનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટ અધિકારીએ આ રકમ સ્વીકારવાની તૈયારી બતાવતા જ મામલો એસીબી સુધી પહોંચ્યો હતો.
આ પણ વાંચો----- Gopal Italia : MLA ગોપાલભાઈ ઈટાલિયાની કથિત ઓડિયો વાયરલ, માતાનાં નામે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ?
Surendranagar: ACB પોલીસે ગોઠવ્યું સફળ છટકું
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એસીબી પોલીસ (ACB Police) નો સંપર્ક સાધ્યો હતો. એસીબીની ટીમે મળેલી ફરિયાદના આધારે લખતર મામલતદાર કચેરી (Mamlatdar Office) ખાતે વ્યૂહાત્મક રીતે ટ્રેપ ગોઠવી હતી. આ આયોજન મુજબ, નાયબ મામલતદાર જયદિપસિંહ હનુભા પરમાર (Deputy Mamlatdar Jaideep Singh Hanubha Parmar) અને આઉટસોર્સિંગ પટ્ટાવાળા કનકસિંહ વાધુભા ઝાલા (Kanaksinh Wadhubha Jhala)એ જેવી 20,000 રૂપિયાની લાંચ સ્વીકારી, કે તરત જ પોલીસે તેમને સ્થળ પર જ દબોચી લીધા હતા.
Surendranagar: કાયદેસરની કાર્યવાહી અને ધરપકડ
લાંચના નાણાં સાથે રંગેહાથ ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે ગુનો (Offence) દાખલ કરવામાં આવ્યો છે. એસીબીની ટીમે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી (Legal Proceedings) શરૂ કરીને બંનેની અટકાયત કરી છે. સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને જનતા પાસેથી નાણાં પડાવતા આવા તત્વો સામેની આ કાર્યવાહીએ ભ્રષ્ટ કર્મચારીઓમાં ધ્રુજારી પેદા કરી દીધી છે. એસીબી હવે આ મામલે ઊંડી તપાસ કરીને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો---- Valsad tragedy: વલસાડ પાલિકાના જર્જરિત શોપિંગ સેન્ટરમાં સ્લેબ ધરાશાયી, વાહનોનો કચરણઘાણ થતા વેપારીઓમાં ફફડાટ


