Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગઈકાલે એન્ટ્રી, આજે ટિકિટ: શું Raju Karapada BJP માટે જીતનું ‘કમળ’ ખીલવશે?

Local Body Elections 2026: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગઈકાલે જ ભાજપમાં જોડાયેલા રાજુ કરપડા (Raju Karapada) ને મૂળી-૨ (Muli-2) બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. પક્ષ પલટાના ૨૪ કલાકમાં જ ઉમેદવારી મળતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
ગઈકાલે એન્ટ્રી  આજે ટિકિટ  શું raju karapada bjp માટે જીતનું ‘કમળ’ ખીલવશે
Advertisement

BJP એ Raju Karapada પર ઉતાર્યો પસંદગીનો કળશ
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતથી રાજુ કરપડાને મળી ટિકિટ
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપની માસ્ટરસ્ટ્રોક જેવી ચાલ
મૂળી-2 બેઠક પરથી રાજૂ કરપડાને ટિકિટ આપવામાં આવી

Raju Karapada BJP: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. તાજેતરમાં જ રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જગાડતા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયેલા દિગ્ગજ નેતા રાજુ કરપડા (Raju Karapada) ને પક્ષ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે તેમને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત (Surendranagar District Panchayat) ની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

Advertisement

મૂળી-2 બેઠક પરથી જંગમાં ઉતરશે રાજુ કરપડા

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, રાજુ કરપડા (Raju Karapada) મૂળી-૨ (Muli-2) બેઠક પરથી ચૂંટણી લડશે. આ બેઠક પર તેમની મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે. પક્ષમાં જોડાયાના બીજા જ દિવસે ટિકિટ મળતા રાજકીય વિશ્લેષકો તેને ભાજપની રણનીતિનો એક મહત્વનો ભાગ માની રહ્યા છે. મૂળી (Muli) પંથકમાં કરપડાનું નામ જાણીતું હોવાથી ભાજપને આ બેઠક જીતવાની પૂરેપૂરી આશા છે.

Advertisement

આ પણ વાંચો: Farmer Leader: રાજુ કરપડાએ કર્યા કેસરિયા, સમર્થકોના ઘોડાપૂર સાથે કમલમમાં શક્તિપ્રદર્શન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું વર્ચસ્વ જાળવવાનો પ્રયાસ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections) હંમેશા રસાકસીભરી રહેતી હોય છે. રાજુ કરપડા જેવા મજબૂત ચહેરાને મેદાનમાં ઉતારીને ભાજપે વિરોધ પક્ષો સામે પડકાર ફેંક્યો છે. પક્ષના કાર્યકરોમાં પણ આ નિર્ણયને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજુ કરપડાએ પણ ટિકિટ મળ્યા બાદ પક્ષના નેતૃત્વનો આભાર માન્યો હતો અને મૂળી-૨ (Muli-2) બેઠક પરથી જંગી બહુમતીથી વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

કાર્યકરોમાં ઉત્સાહ અને આગામી રણનીતિ

રાજુ કરપડા (Raju Karapada) ના સમર્થકો દ્વારા આ જાહેરાત બાદ ફટાકડા ફોડીને અને મોં મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં તેઓ વિધિવત રીતે ફોર્મ ભરીને પ્રચાર અભિયાન શરૂ કરશે. હવે જોવાનું એ રહેશે કે મૂળી (Muli) ની જનતા આ પક્ષ પલટા અને નવા ઉમેદવારને કેટલો આવકારે છે.

આ પણ વાંચો: રાજુ કરપડાએ Dy CM સાથે કરી મુલાકાત, કહ્યું 'AAP માં મેં મફત મજૂરી કરી'

Tags :
Advertisement

.

×