Surendranagar News : પોલીસની સરાહનીય કામગીરી ! ફાયનાન્સ કંપનીમાંથી મહિલાના 4 લાખના દાગીના છોડાવ્યા
- Surendranagar News : પોલીસની માનવતાની મહેક, મહિલાને પરત અપાવ્યા દાગીના
- ફાયનાન્સમાં ગીરવે મૂકેલા 4.50 લાખના સોનાના ઘરેણાં પરત મળ્યા
- અરજદાર મહિલા વ્યાજ ચૂકવવામાં હતી અસમર્થ
- SP પ્રેમસુખ ડેલુના આદેશ બાદ બી-ડિવિઝન પોલીસની ત્વરિત કાર્યવાહી
- નાગરિકોમાં પોલીસની આ કામગીરીની નોંધપાત્ર પ્રશંસા
Surendranagar News : સુરેન્દ્રનગર (Surendranagar) પોલીસ દ્વારા એક સંવેદનશીલ અને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા એક મહિલા અરજદારને સુરેન્દ્રનગર પોલીસની સતર્કતા અને માનવીય અભિગમને કારણે તેમના કિંમતી દાગીના પરત મળ્યા છે.
સુરેન્દ્રનગર પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા એક મહિલા અરજદારને સુરેન્દ્રનગર પોલીસની સતર્કતાના પગલે કિંમતી દાગીના પરત મળ્યા છે.
Surendranagar News : શું હતી સમગ્ર ઘટના?
જો આપણે સમગ્ર ઘટનાની વાત કરીએ તો મહિલા અરજદાર કિંજલબેન નંદીયાણીયાએ પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે સોનાના દાગીના એક ફાયનાન્સ કંપનીમાં ગીરવે મૂક્યા હતા અને બદલામાં શરાફી વ્યાજે 1.21 લાખ રૂપિયા લીધા હતા. જોકે, સમય જતાં તેમની આર્થિક સ્થિતિ કથળતા તેઓ વ્યાજની રકમ ચૂકવવામાં અસમર્થ બન્યા હતા. આ સંજોગોમાં પોતાના ઘરેણાં ગુમાવવાનો ડર સતાવા લાગતા કિંજલબેને સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલુ (Premsukh Delu) નો સંપર્ક કર્યો હતો.
SP પ્રેમસુખ ડેલુનો માનવીય અભિગમ
મહિલાની રજૂઆતને ગંભીરતાથી લઈ SP પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા હતા. પોલીસની દરમિયાનગીરી બાદ ફાયનાન્સ કંપનીમાંથી આશરે 4.50 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના છોડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ મથકે અરજદાર કિંજલબેન અને તેમના પરિવારને બોલાવી આ દાગીના સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યા હતા.
પોલીસ સ્ટાફની સક્રિયતા
આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન (B-Division Police) ના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ સ્ટાફે રજૂઆત મળ્યાના ગણતરીના સમયમાં જ કાર્યવાહી કરી દાગીના છોડાવી પરત કર્યા હતા.
આ પણ વાંચો : Surendranagar News : ચોટીલામાં ગેરકાયદેસર કોલસા પ્રવૃત્તિઓ સામે તંત્રની કાર્યવાહી


