Swarupji Thakor: સમાજમાં નવા બંધારણની અમલવારી, રાજ્યકક્ષાના મંત્રીએ ઘરેથી કરી શરૂઆત
- Swarupji Thakor: રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરનો સમાજને અનોખો સંદેશ
- પોતાની દીકરી અને ભત્રીજીના લગ્ન સાદગીથી કર્યા
- સમાજના નવા બંધારણનું લગ્નપ્રસંગમાં કરાયું નીતિ મુજબ પાલન
- સમાજના નવા બંધારણ મુજબ સાદા ભોજન, સાદા મંડપ સાથે યોજાયા લગ્ન
- લગ્નપત્રિકા અને કંકોત્રી વગર સમાજના નિયમોનું પાલન
- વાવના બિયોક ખાતે હતા સ્વરૂપજીની દીકરી અને ભત્રીજીના લગ્ન
Swarupji Thakor: ઠાકોર સમાજ (Thakor community) માં લાગુ કરાયેલા નવા બંધારણ (Constitution) ને મજબૂત બનાવવા માટે રાજ્યકક્ષાના મંત્રી (Minister of State) એ પહેલ કરી છે. મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાની દીકરી અને ભત્રીજીના લગ્ન સાદગીપૂર્વક યોજી સમાજને અનોખો સંદેશ પાઠવ્યો છે. વાવ તાલુકાના બિયોક ગામમાં યોજાયેલા આ લગ્નપ્રસંગમાં ઠાકોર સમાજના બંધારણ મુજબ સાદો મંડપ, સાદું ભોજન અને DJ વિના લગ્નવિધિ સપન્ન કરવામાં આવી. વરરાજા પણ કોઈ દેખાદેખી કે ધામધૂમ વિના તોરણે આવ્યા હતા.
Swarupji Thakor: સમાજમાં લેવાયો હતો નિર્ણય
નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ ઓગડ ધામમાં ઠાકોર સમાજની મહત્વની બેઠક (Meeting) મળી હતી. જેમાં સમાજમાં સુધારાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઠાકોર સમાજના સર્વ પક્ષના આગેવાનો, વડીલો તથા યુવા નેતૃત્વની ઉપસ્થિતિમાં વાર્તાલાપ કરવામાં આવી હતી. અને સર્વસંમંતિથી બેઠકમાં સમાજ માટે મહત્વપૂર્ણ સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું હતું. આ બેઠકમાં લગ્નમાં ઓછો ખર્ચ, ખોટા દેખાદેખી ખર્ચાનો ત્યાગ, સમાજમાં જાગૃતિ, શિક્ષણને પ્રોત્સાહન, તથા આવનારી પેઢી પર આર્થિક ભાર ન પડે તેવા દ્રઢ નિર્ણયો લેવાયા હતા.
Swarupji Thakor: સ્વરૂપજીને સમાજને સંદેશ
બંધારણ લાગુ કર્યાના ટૂંક સમયમાં જ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર તથા તેમના મોટાભાઈ મનુજી ઠાકોરની દીકરીઓના લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યા હતા. જેમાં આ સામાજિક બંધારણનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. લગ્નવિધિ સમાજના નક્કી કરેલા નિયમો મુજબ સાવ સાદગી (Simplicity) થી યોજાઈ હતી. મહેમાનો માટે આમંત્રણ પત્રિકા પણ છાપવામાં આવી નહોતી. તેમજ ભોજન વ્યવસ્થા પણ સમાજના રિવાજ અનુસાર જ રાખી હતી. ઠાકોર સમાજના બંધારણને મજબૂત બનાવવા માટે રાજ્યકક્ષાના નેતા અને સમાજના આગેવાન એવા સ્વરુપજીએ પણ નિયમો સાથે લગ્નપ્રસંગ પાર પાડ્યો હતો.
સમાજના નિયમ મુજબ માત્ર, લગ્નમાં પિત્તળનું એક બેડું મુકવામાં આવ્યું હતું. દીકરીઓના ભવિષ્યની સુરક્ષા અને શિક્ષણ માટે તેમના બેંક ખાતા (Bank account) માં 1 લાખ 61 હજાર લાખથી વધુ રકમ જમા કરાવી હતી. રાજ્યમંત્રી અને તેમના પરિવારે સમાજના નિયમોનું આદર કરીને સામાજિક સુધારાનું ઉત્તમ ઉદાહરણ (Example) પૂરું પાડયું હતું.
આ પણ વાંચો--- Dwarkaમાં પ્રિ-પ્લાન્ડ મર્ડર : 25 વર્ષીય યુવાનનું ગળું દબાવીને કરાઈ હત્યા, પ્રેમ પ્રકરણની શંકા
આ પણ વાંચો--- Gandhinagar : ધો. 9ની વિદ્યાર્થિનીને લાફો મારી બહેરાશ લાવનાર શિક્ષિકાને કોર્ટે સંભળાવી 4 વર્ષની સજા


