આરોપીને સજાની સાથે ફરિયાદીને દંડ ફટકારતો Tharad કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, જાણો સમગ્ર મામલો
- થરાદ સેશન કોર્ટે (Tharad Sessions Court) આપ્યો ઐતિહાસિક ચુકાદો
- આરોપીને સજા સાથે ફરિયાદીને પણ ફટકાર્યો દંડ
- આરોપીને 20 વર્ષની સજા સાથે એક લાખનો ફટકાર્યો દંડ
- ચાર વર્ષ અગાઉ સગીરાને યુવક ભગાડી ગયો હતો
Tharad Court Verdict : ગુજરાતના સરહદી વિસ્તાર થરાદની સેશન્સ કોર્ટે (Tharad Sessions Court) એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો (Historical Verdict) સંભળાવ્યો છે. ચાર વર્ષ જૂના સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં કોર્ટે મુખ્ય આરોપીને કડક સજા ફટકારવાની સાથે, નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવા બદલ ફરિયાદીને પણ આકરો દંડ ફટકારી ન્યાયિક દાખલો બેસાડ્યો છે.
થરાદ કોર્ટ (Tharad Sessions Court) નો ઐતિહાસિક ચુકાદો
આ કેસની વિગત મુજબ, વર્ષ 2022 માં વાવ તાલુકા (Vav Taluka) પંથકની એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવાની ઘટના બની હતી. આ મામલે માવસરી પોલીસ મથકે (Mavasari Police Station) મુકેશ શંકર ઠાકોર નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ આ ગુનામાં મુખ્ય આરોપી ઉપરાંત અન્ય ચાર વ્યક્તિઓ પણ સંડોવાયેલા હોવાની રજૂઆત કરી હતી.
કોર્ટની કાર્યવાહી અને સજા
થરાદ સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ પી.એમ. સાયાણી (Judge P.M. Sayani) સમક્ષ આ કેસ ચાલવા પર આવ્યો હતો. સરકારી વકીલ આર.ડી. જોશીની (Public Prosecutor R.D. Joshi) ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે મુખ્ય આરોપી મુકેશ ઠાકોરને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે.
નિર્દોષોને ફસાવવા બદલ ફરિયાદીને દંડ
આ કેસનો સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે કોર્ટે જોયું કે ફરિયાદીએ અન્ય ચાર વ્યક્તિઓના નામ ખોટી રીતે આ કેસમાં ઘસડ્યા હતા. પોલીસ તપાસ અને કોર્ટની કાર્યવાહીમાં આ ચારેય વ્યક્તિઓ નિર્દોષ સાબિત થયા હતા. કોર્ટે આ બાબતને ગંભીરતાથી લઈ, નિર્દોષોની માનહાનિ અને હેરાનગતિ બદલ ફરિયાદીને 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમમાંથી નિર્દોષ છૂટેલા ચારેય વ્યક્તિઓને પ્રત્યક્ષને 75 હજાર રૂપિયા વળતર પેટે ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ન્યાયતંત્રના આ સંતુલિત અભિગમ અને કડક વલણને કારણે કોર્ટ પરિસરમાં ભારે ચર્ચા જાગી છે.
આ પણ વાંચો : Gandhinagar : ગુજરાતની દીકરીઓને મળશે સર્વાઇકલ કેન્સરની મફત રસી, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની મોટી જાહેરાત


