Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Tharad: થરાદમાં હોળીના તહેવારે મુસાફરોની માઠી દશા, રાજસ્થાન તરફ જતી ખાનગી બસોમાં જીવના જોખમે મુસાફરી

હોળીના (Holi) પર્વે થરાદથી રાજસ્થાન (Rajasthan) તરફ જતી ખાનગી બસોમાં મુસાફરોની ભારે ભીડ (Crowd) ઉમટી પડી છે. સમયસર વાહન ન મળતા લોકો મજબૂરીમાં બસની છત (Roof) પર બેસીને જીવના જોખમે (Life Risk) મુસાફરી કરી રહ્યા છે.
tharad  થરાદમાં હોળીના તહેવારે મુસાફરોની માઠી દશા  રાજસ્થાન તરફ જતી ખાનગી બસોમાં જીવના જોખમે મુસાફરી
Advertisement
  • Tharad: જીવના જોખમે લોકોની મુસાફરી
  • હોળીના પર્વે રાજસ્થાન તરફ જતી બસોમાં મુસાફરોની ભારે ભીડ
  • થરાદમાં ખાનગી બસોની છત પર બેસી વતન જતા લોકો
  • થરાદમાં ઓવરલોડ બસોનો આતંક, તહેવાર નિમિત્તે મુસાફરોની જોખમી સવારી

Tharad: સમગ્ર દેશમાં અત્યારે હોળી (Holi) અને ધુળેટીના પર્વની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સરહદી વિસ્તાર એવા વાવ અને થરાદમાં પરપ્રાંતિય મુસાફરોની ભારે ભીડ (Crowd) જોવા મળી રહી છે. ખાસ કરીને થરાદથી રાજસ્થાન (Rajasthan) તરફ વતનમાં જતા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. મુસાફરોની આ ભીડનો લાભ લઈને ખાનગી બસ (Private Bus) સંચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

Tharad: ઓવરલોડ બસો અને મુસાફરોની મજબૂરી

છેલ્લા બે દિવસથી (Two Days) થરાદ ચાર રસ્તા અને આસપાસના વિસ્તારોમાં રાજસ્થાન તરફ જતી બસોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. હોળીનો તહેવાર હોવાથી લોકો ગમે તે રીતે વતન પહોંચવા માંગે છે. જોકે, સમયસર સરકારી કે ખાનગી વાહન (Vehicle) ન મળતા હોવાથી મુસાફરો જીવના જોખમે (Life Risk) મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ખાનગી બસોમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરવામાં આવી રહ્યા છે, જેના કારણે સુરક્ષા (Safety) સામે મોટા સવાલો ઊભા થયા છે.

Advertisement

આ પણ વાંચો---- Ahmedabad: ઈરાન–ઇઝરાયલ યુદ્ધની અસર, અમદાવાદ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા ખોરવાઈ

Advertisement

Tharad_GUJARAT_FIRST

Tharad: બસની છત પર બેસીને મુસાફરી

થરાદમાં જોવા મળેલા દ્રશ્યો (Visuals) અત્યંત ભયાનક છે. બસની અંદર જગ્યા ન હોવા છતાં, મુસાફરો બસની છત (Roof) પર બેસીને મુસાફરી કરી રહ્યા છે. હાઈવે (Highway) પર પૂરઝડપે દોડતી બસોની છત પર બેઠેલા મુસાફરો ગમે ત્યારે અકસ્માતનો (Accident) ભોગ બની શકે છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં મુસાફરો વતન પહોંચવાની ઉતાવળમાં પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

Wow Tharad: તંત્રની કામગીરી સામે સવાલ

રાજસ્થાન તરફ જતી ખાનગી બસોમાં બે દિવસથી સતત ઓવરલોડ (Overload) મુસાફરો ભરીને અવરજવર થઈ રહી છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે, ટ્રાફિક પોલીસ (Traffic Police) કેસ આરટીઓ (RTO) દ્વારા આ મામલે કડક તપાસ કરવામાં આવે તે જરૂરી છે. જો સમયસર આ જોખમી મુસાફરી રોકવામાં નહીં આવે, તો કોઈ મોટી દુર્ઘટના (Tragedy) સર્જાઈ શકે છે.

મુસાફરોએ તહેવારના સમયે અગવડતાથી બચવા માટે અગાઉથી ટિકિટ બુકિંગ (Booking) કરાવવું જોઈએ અને છત પર બેસીને મુસાફરી કરવાનું ટાળવું જોઈએ જેથી સુરક્ષિત મુસાફરી (Safe Journey) કરી શકાય.

આ પણ વાંચો---- Gujarat News : આજે 01 માર્ચ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?  

Tags :
Advertisement

.

×