Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Umreth By-election Result: ઉમરેઠમાં ફરી ખીલ્યું કમળ! ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે પિતાનો ગઢ અકબંધ રાખ્યો

Umreth By-election Result:આણંદ જિલ્લાની પ્રતિષ્ઠાભરી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. વલ્લભ વિદ્યાનગરની બીજેવીએમ કોલેજ (BJVM College) ખાતે યોજાયેલી મતગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારે 30,500 મતોની જંગી સરસાઈથી વિજય મેળવીને આ બેઠક જાળવી રાખી છે.
umreth by election result  ઉમરેઠમાં ફરી ખીલ્યું કમળ  ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે પિતાનો ગઢ અકબંધ રાખ્યો
Advertisement
  • Umreth વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જંગી જીત
  • ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારનો 30,500 મત વિજય
  • કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણની કારમી હાર
  • હર્ષદ પરમારની જીતથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ  

Umreth By-election Result:  આણંદ જિલ્લાની પ્રતિષ્ઠાભરી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. વલ્લભ વિદ્યાનગરની બીજેવીએમ કોલેજ (BJVM College) ખાતે યોજાયેલી મતગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારે 30,500 મતોની જંગી સરસાઈથી વિજય મેળવીને આ બેઠક જાળવી રાખી છે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે તેમના પુત્ર પર વિશ્વાસ મૂક્યો હતો, જે સાર્થક થયો છે.

Umreth માં ફરી કેસરિયો લહેરાયો

સવારે 8:00 કલાકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી મતગણતરી કુલ 22રાઉન્ડ સુધી ચાલી હતી. શરૂઆતના વલણોથી જ ભાજપના હર્ષદ પરમારે લીડ જાળવી રાખી હતી. કોંગ્રેસે અનુભવી નેતા ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાને ઉતારીને મજબૂત ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મતદારોએ ભાજપના વિકાસ અને ગોવિંદભાઈ પરમારના વારસા પર પોતાની પસંદગી ઉતારી હતી. અંતિમ આંકડા મુજબ, હર્ષદ પરમારે 30,500 મતોથી કોંગ્રેસના ઉમેદવારને હાર આપી છે.

Advertisement

Advertisement

વારસો અને સ્થાનિક અનુભવ કામ આવ્યો

હર્ષદ પરમાર પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર છે અને પોતે ગ્રામ પંચાયત તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બહોળો અનુભવ ધરાવે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ભાજપે તેમના પિતાએ કરેલા કાર્યો અને હર્ષદ પરમારની સ્થાનિક છબીને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. બીજી તરફ, કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ માટે આ હાર આંચકા સમાન છે કારણ કે કોંગ્રેસે આ બેઠક પર એડીચોટીનું જોર લગાવ્યું હતું.

વિજય ઉત્સવનો માહોલ

જીતની જાહેરાત થતાની સાથે જ બીજેવીએમ કોલેજની બહાર અને ઉમરેઠ પંથકમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ જીત સાથે આણંદ જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

આ પણ વાંચો: LIVE:Umreth By-election Result: ઉમરેઠમાં કોંગ્રેસના સુપડા સાફ, ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારનો શાનદાર વિજય

Tags :
Advertisement

.

×