Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Umreth By-election Result: ઉમરેઠમાં પરિવર્તન કે પુનરાવર્તન? 6 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો

Umreth By-election Result: આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાંચ રાજ્યોની વિધાનસભા (Assembly) ચૂંટણીના પરિણામોની સાથે આણંદ જિલ્લાની પ્રતિષ્ઠાભરી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી (By-election) માટે પણ આજે મતગણતરી (Counting) હાથ ધરવામાં આવશે.
umreth by election result  ઉમરેઠમાં પરિવર્તન કે પુનરાવર્તન  6 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો
Advertisement
  • Umreth Assembly By-election ની મતગણતરી
  • BJP અને કોંગ્રેસ સહિત 6 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો
  • હર્ષદ પરમાર અને ભૃગુરાજસિંહ વચ્ચે ખરાખરીનો જંગ
  • 22 રાઉન્ડમાં થશે મતોની ગણતરી

Umreth By-election Result: આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાંચ રાજ્યોની વિધાનસભા (Assembly) ચૂંટણીના પરિણામોની સાથે ગુજરાતના આણંદ જિલ્લાની પ્રતિષ્ઠાભરી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી (By-election) માટે પણ આજે મતગણતરી (Counting) હાથ ધરવામાં આવશે. ગત દિવસોમાં યોજાયેલા મતદાન બાદ આજે સવારથી જ ઉમેદવારોના હૃદયના ધબકારા વધી ગયા છે.

મતગણતરીનું આયોજન અને સુરક્ષા

આણંદની બીજેવીએમ કોલેજ (BJVM College), વલ્લભ વિદ્યાનગર ખાતે આજે સવારે 8:00 કલાકે મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. સૌથી પહેલા 241 પોસ્ટલ બેલેટ (Postal Ballot) ની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ EVM માં નોંધાયેલા મતોની ગણતરી હાથ ધરાશે. વહીવટી તંત્ર દ્વારા આ માટે 14 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં કુલ 22 રાઉન્ડ (Rounds) ના અંતે અંતિમ પરિણામ સ્પષ્ટ થશે. આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે 14 કાઉન્ટિંગ સુપરવાઇઝર (Counting Supervisor), 14 મદદનીશ અને 14 માઈક્રો સુપરવાઇઝર સહિત કુલ 700 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.

Advertisement

મુખ્ય મુકાબલો અને ઉમેદવારો

ઉમરેઠ બેઠક પર આ વખતે કુલ 59.03 ટકા મતદાન (Voting Percentage) નોંધાયું હતું. મેદાનમાં કુલ 6 ઉમેદવારો છે, પરંતુ મુખ્ય જંગ ભારતીય જનતા પાર્ટી (BJP) ના હર્ષદ પરમાર અને કોંગ્રેસ (Congress) ના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે હોવાનું મનાય છે. આ ઉપરાંત ભારતીય નેશનલ જનતા દળના મૌલિક શાહ અને ત્રણ અપક્ષ (Independent) ઉમેદવારો પણ મેદાનમાં છે. ભાજપ માટે આ બેઠક જીતવી એ પ્રતિષ્ઠાનો સવાલ છે, જ્યારે કોંગ્રેસ પરિવર્તનની આશા રાખી રહી છે.

Advertisement

પેટાચૂંટણીના પરિણામ પર રાજકીય વિશ્લેષકોની નજર

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ઉત્તેજનાભર્યા માહોલ વચ્ચે ગુજરાતની આ એકમાત્ર પેટાચૂંટણીના પરિણામ પર રાજકીય વિશ્લેષકો (Political Analysts) ની નજર ટકેલી છે. બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ઉમરેઠના મતદારોએ કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. મતગણતરી કેન્દ્રની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Security) ગોઠવી દેવામાં આવ્યો છે અને ટેકેદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Gujarat News Today: આજે 04 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×