Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Umreth પેટા ચૂંટણી જીતવા ભાજપે કમર કસી, 40 સ્ટાર પ્રચારકો કરશે પ્રચાર

આણંદની હાઈપ્રોફાઈલ ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં વિજયધ્વજ લહેરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તેની વ્યુહરચનાના પાના ખોલ્યા છે. સંગઠન અને સરકારના ટોચના 40 મહારથીઓને મેદાનમાં ઉતારવાની જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો વધી ગયો છે.
umreth પેટા ચૂંટણી જીતવા ભાજપે કમર કસી  40 સ્ટાર પ્રચારકો કરશે પ્રચાર
Advertisement
  • Umreth વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો
  • ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
  • 40 સ્ટાર પ્રચારકો કરશે ઉમરેઠમાં પ્રચાર
  • મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ યાદીમાં મોખરે
  • મંત્રીઓ અને હોદ્દેદારોને સોંપાઈ મોટી જવાબદારી
  • ચૂંટણી પંચમાં ભાજપે સત્તાવાર યાદી જમા કરાવી

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી (Umreth Assembly By-Election) માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ આ મહત્વની બેઠક જીતવા માટે પોતાના 40 દિગ્ગજ નેતાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કેન્દ્રીય નેતાઓથી લઈને રાજ્યના મંત્રીમંડળના સભ્યોનો સમાવેશ થાય છે.

દિગ્ગજ નેતાઓ સંભાળશે મોરચો

ભાજપ દ્વારા ચૂંટણી પંચ (Election Commission) માં જમા કરાયેલી યાદી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C.R. Paatil) પ્રચારની કમાન સંભાળશે. આ ઉપરાંત યાદીમાં નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ ઉમરેઠના મતદારોને રિઝવવા મેદાનમાં ઉતરશે.

Advertisement

આ પણ વાંચો : ઘર હોય કે હોસ્પિટલ, હવે દરેક ચૂલે પહોંચશે PNG કનેક્શન, સુરતમાં માટે મોટી જાહેરાત

Advertisement

Umreth : રણનીતિ અને પ્રચાર

40 સ્ટાર પ્રચારકો (Star Campaigners) ની આ યાદી સૂચવે છે કે ભાજપ આ પેટા ચૂંટણીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને વિવિધ જ્ઞાતિ અને સંગઠનના હોદ્દેદારોને પણ આ યાદીમાં સ્થાન અપાયું છે. આગામી દિવસોમાં આ નેતાઓ દ્વારા જાહેર સભાઓ, રોડ-શો અને ડોર-ટુ-ડોર કેમ્પેઈન (Door-to-door campaign) દ્વારા ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા અપીલ કરવામાં આવશે.

આણંદની હાઈપ્રોફાઈલ ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં વિજયધ્વજ લહેરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તેની વ્યુહરચનાના પાના ખોલ્યા છે. સંગઠન અને સરકારના ટોચના 40 મહારથીઓને મેદાનમાં ઉતારવાની જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ યાદીમાં સમાવિષ્ટ નામો અને પક્ષની રણનીતિ જોતા લાગે છે કે આ જંગ ખરાખરીનો જામશે. આ યાદીમાં કયા મોટા માથા છે તે જાણવા જેવું છે.

આ પણ વાંચો : Sundarakand: રાજપીપળાના આંગણે અતુલ પુરોહિતના સૂરે 'વિશ્વ શાંતિ'નો શંખનાદ, સુંદરકાંડના પાઠથી નર્મદા જિલ્લો ભક્તિમય

Tags :
Advertisement

.

×