Umreth માં ફરી કેસરિયો લહેરાયો, Harshad Parmar નો પ્રચંડ વિજય, કોંગ્રેસે હારનું ઠીકરું EVM પર ફોડ્યું
- Umreth By-Election માં ભાજપની ભવ્ય જીત
- ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારનો ભવ્ય વિજય
- હર્ષદભાઇ પરમારનો 75,506 મત સાથે વિજય
Umreth By-Election Result: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં (By-election) ભાજપએ ફરી એકવાર પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. ભાજપ ઉમેદવાર હર્ષદભાઈ પરમારે (Harshad Parmar) પોતાના પ્રતિસ્પર્ધીને જંગી મતોની સરસાઈથી પરાજય આપીને ભવ્ય વિજય હાંસલ કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ હર્ષદ પરમારને કુલ 75,506 મતો મળ્યા હતા, જ્યારે તેમની સામે લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર ભૃંગુરાજસિંહ ચૌહાણને માત્ર 44,639 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. આ પરિણામો સાથે જ ઉમરેઠના રાજકારણમાં ભાજપનું પલડું ભારે રહ્યું છે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Umreth By-Election Result: વિજયી ઉમેદવારની પ્રતિક્રિયા
પોતાની જીત બાદ હર્ષદભાઈ પરમાર ભાવુક જોવા મળ્યા હતા અને તેમણે આ વિજયને પોતાના સ્વર્ગસ્થ પિતાને સાચી શ્રદ્ધાંજલિ (Tribute) ગણાવી હતી. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ જીત કોઈ વ્યક્તિગત જીત નથી પણ ઉમરેઠના જાગૃત મતદારોની જીત છે. વિકાસના કામો મુદ્દે વાત કરતા તેમણે ખાતરી આપી હતી કે, જો કોઈ લોકહિતના કામો બાકી હશે તો તે આવનારા સમયમાં નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવામાં આવશે. વિરોધ પક્ષ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ જ્યારે પણ ચૂંટણી હારે છે ત્યારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે હંમેશા મશીનરી પર દોષારોપણ કરે છે.
ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત
ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારનો ભવ્ય વિજય
હર્ષદભાઇ પરમારનો 75,506 મત સાથે વિજય #Umreth #ByElection #BJPVictory #HarshadParmar #GujaratPolitics #ElectionResults2026 #GujaratFirst pic.twitter.com/fbO79ddd1r— Gujarat First (@GujaratFirst) May 4, 2026
હાર બાદ કોંગ્રેસના EVM પર ગંભીર આક્ષેપો
બીજી તરફ પરાજિત થયેલા કોંગ્રેસના ઉમેદવાર ભૃંગુરાજસિંહ ચૌહાણે (Bhrigurajsinh Chauhan) પોતાની હાર સ્વીકારવાને બદલે હારનો ટોપલો EVM મશીન પર ઠાલવ્યો છે. તેમણે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે જનતાના મતો તેમની તરફેણમાં હોવા છતાં ટેકનિકલ ગેરરીતિને કારણે તેઓ હાર્યા છે.
ઉમરેઠના કોંગ્રેસ ઉમેદવારે હારનો ટોપલો EVM પર ઠાલવ્યો
જનતાના મતો છતાં EVMના કારણે હાર્યાના કર્યા આક્ષેપ
EVM મશીનની બેટરી ટકાવારી મુદ્દે ઉમેદવારે કર્યા સવાલ#Umreth #Congress #EVM #ElectionResults #BhrugurajsinhChauhan #GujaratPolitics #Controversy #GujaratFirst pic.twitter.com/7seWAwz02j— Gujarat First (@GujaratFirst) May 4, 2026
ખાસ કરીને તેમણે EVM મશીનની બેટરીના ટકાવારી મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે આખો દિવસ મતદાનમાં વપરાશ થયા બાદ પણ બેટરી 99 ટકા કેવી રીતે રહી શકે? આ બાબતે હવે કોંગ્રેસ હાઈકમાન્ડને લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ Kheda: ધારાસભ્ય Sanjaysinh Mahida દ્વારા 101 દીકરીઓના ચોથા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા


