Stray Dog Attack Una: ગીર સોમનાથમાં શ્વાનોનો હાહાકાર, રમતા બાળક પર તૂટી પડ્યું ટોળું, ભયાનક દ્રશ્યો CCTVમાં કેદ
ગીર સોમનાથ જિલ્લાના એક શાંત વિસ્તારમાં અચાનક બનેલી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. સોસાયટીમાં રમી રહેલા બાળકો પર આવેલા અચાનક સંકટના કારણે વાલીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ ગંભીર સમસ્યા છેલ્લા કેટલાક સમયથી માથું ઊંચકી રહી છે. સ્થાનિક રહીશો હવે પોતાની સુરક્ષાને લઈને વહીવટી તંત્ર સામે આકરા સવાલો ઉઠાવી રહ્યા છે.
Advertisement
- Stray Dog Attack Una: ઉનામાં રખડતા શ્વાનોનો આતંક
- જસરાજ નગરમાં રમતા બાળક પર 3 હિંસક શ્વાનોએ હુમલો
- શ્વાનોના હુમલાની હૃદયદ્રાવક ઘટના CCTV માં કેદ
- હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયું
Stray Dog Attack Una: રાજ્યમાં રખડતા ઢોર અને રખડતા શ્વાનોની સમસ્યા મુખ્ય બની ગઈ છે. નાગરિકો આ સમસ્યાથી પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે સામાજિક આગેવાનો સહિત લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે. પણ લોકોની કમનસીબી છે કે આ સમસ્યામાંથી હજુ સુધી છૂટકારો નથી મળ્યો. તેવામાં રખડતા શ્વાનોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે.

