Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Unseasonal Rainfall in Gujarat : ભળશિયાળે માવઠાથી ધરતીપુત્રો ચિંતિત, ખેતીના પાક પર તોળાતું સંકટ

Unseasonal Rainfall in Gujarat : રાજ્યના વાતાવરણમાં અચાનક ફેરફાર નોંધાયો છે. India Meteorological Departmentના નાઉકાસ્ટ મુજબ દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. પવનની તેજ ગતિ સાથે કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. અનેક જિલ્લાઓમાં ઉભા પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે.
unseasonal rainfall in gujarat   ભળશિયાળે માવઠાથી ધરતીપુત્રો ચિંતિત  ખેતીના પાક પર તોળાતું સંકટ
Advertisement
  • Unseasonal Rainfall in Gujarat
  • IMDના નાઉકાસ્ટ મુજબ આગામી 3 કલાકમાં હળવો વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી
  • સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી

Unseasonal Rainfall in Gujarat : રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર કુદરતનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના નાઉકાસ્ટ મુજબ, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદ (Rainfall) ની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી થવાની પૂરેપૂરી સંભાવના છે.

પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે

આ આગાહી સાથે જ વહીવટી તંત્ર અને ખેડૂતો બંને એલર્ટ મોડ પર આવી ગયા છે, કારણ કે વરસાદ (Rainfall) ની સાથે પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે ઉભા પાક માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. જણાવી દઇએ કે, રાજ્યના વિવિધ ભાગોમાં વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાતા ધનસુરા પંથકમાં વરસાદી છાંટા પડ્યા છે, જેના કારણે શિયાળુ પાક લેનારા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. આવી જ સ્થિતિ બનાસકાંઠામાં પણ જોવા મળી રહી છે, જ્યાં વાદળછાયા વાતાવરણને કારણે એરંડા, રાયડો, જીરું અને બટાકા જેવા રોકડિયા પાકોમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને ડર છે કે જો વરસાદનું જોર વધશે તો મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જશે.

Advertisement

Advertisement

કમોસમી વરસાદ (Rainfall) ના ઝાપટાં

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સ્થિતિ પણ કંઈક આવી જ છે. છોટાઉદેપુરમાં સતત પાંચમા દિવસે ધીમી ધારે વરસાદ (Rainfall) ચાલુ રહેતા ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન થવાની આશંકા છે. આંબા પર આવેલો મોર ખરી જવાથી આ વર્ષે કેરીના ભાવ આસમાને પહોંચી શકે છે. ભરૂચ શહેર અને અંકલેશ્વરમાં પણ કમોસમી વરસાદ (Rainfall) ના ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જંબુસરના કોરા ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસ અને તુવેરના પાકને નુકસાન થવાની પૂરી શક્યતા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા અને ડેડિયાપાડામાં પણ વહેલી સવારથી જ કમોસમી માવઠું પડતા શિયાળુ ખેતી પર આફત ઉતરી હોય તેવું લાગી રહ્યું છે.

પાટનગરમાં પણ વરસાદી છાંટા

આ તરફ ગાંધીનગર અને આસપાસના વિસ્તારો જેવા કે સરગાસણ, અડાલજ અને કોબામાં પણ ઠંડા પવન સાથે વરસાદી છાંટા પડ્યા છે. રાજ્યભરમાં આ કમોસમી વરસાદ (Rainfall) ને કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આ કુદરતી આફત ખેતી પ્રધાન ગુજરાત માટે આર્થિક ફટકો સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :  Unseasonal Rain in Gujarat : જગતનો તાત મુશ્કેલીમાં! રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદથી નુકસાનની ભીતિ

Tags :
Advertisement

.

×