Amreli : મોટા લીલીયામાં જાહેર સ્ટેજ પરથી કલાકારે લાગણી દુભાય તેવા શબ્દોનો પ્રયોગ કરાતા વાલ્મિકી સમાજમાં રોષ
- Amreli ના મોટા લીલીયામાં વાલ્મિકી સમાજમાં રોષ
- પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
- એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોધવા માગ
- એડવોકેટની હાજરીમાં આવેદનપત્ર આપ્યું
- સમાજમાં ભારે રોષ વ્યાપ્યો
Amreli : મોટા લીલીયામાં વાલ્મિકી સમાજે પોલીસ સ્ટેશનમાં (police station) આપ્યું આવેદનપત્ર. લીલીયાના કોળીવાડા વિસ્તારામાં માતાજીના માંડવામાં વાલ્મિકી સમાજ માટે અશોભનીય ભાષાનો પ્રયોગ કરતા રોષ વ્યાપ્યો છે. જાહેર સ્ટેજ (stage) પરથી રઘુભાઈ રાવળ નામના કલાકાર દ્વારા વાલ્મિકી સમાજની લાગણી દુભાઈ તેવી ભાષા પ્રયોગ કરતા સમાજમાં રોષની લાગણી છે. સામાજિક આગેવાન એડવોકેટ (advocate) સંજય બગડાની આગેવાનીમાં લીલીયા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધવા માગ
અમરેલી જિલ્લાના મોટા લીલીયા વિસ્તારમાં વાલ્મિકી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. લીલીયાના કોળીવાડા વિસ્તારમાં માતાજીના માંડવામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જાહેર સ્ટેજ પરથી કલાકાર રઘુભાઈ રાવળ દ્વારા વાલ્મિકી સમાજને લઈને અશોભનીય ભાષાનો પ્રયોગ કરાયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ ઘટનાથી સમાજની લાગણીઓ દુભાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો સમાજના આગેવાનોનું પોલીસને કહેવું છે કે, એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે.
Amreli પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ
તો પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તેમજ પોલીસ દ્વારા સમાજના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ પણ કરવામાં આવી છે. આ ઘટના વધુ વણસે નહી તેને લઈ પોલીસ પણ સોશિયલ મીડિયામાં નજર રાખી રહી છે અને સમાજના કોઈ પણ યુવાનો અને આગેવાનો આ મેટરમાં અન્ય કઈ વિરોધ કરે નહી તેવું પોલીસનું કહેવું છે. સમાજના આગેવાનો દ્વારા પણ કાયદેસર કાર્યવાહી થાય તે માટે જોર આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Amreli પોલીસ એક્શન મોડમાં, હિસ્ટ્રીશીટર યુવરાજનું પોલીસ બંદોબસ્ત સાથે રી-કન્સ્ટ્રક્શન


