Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Valsad Customs Raid: 8 બુટલેગરો અને 555 બોક્સ દારૂ! વલસાડના દરિયાકાંઠે કસ્ટમે કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન?

Valsad Customs Raid: વલસાડ (Valsad) ના દરિયા કિનારે કસ્ટમ વિભાગે (Customs Department) એક મોટી કાર્યવાહી કરીને સમુદ્રી માર્ગે થતી દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં લાખોની કિંમતનો વિદેશી દારૂ અને પરિવહન માટે વપરાતી બોટ જપ્ત કરવામાં આવી છે.
valsad customs raid  8 બુટલેગરો અને 555 બોક્સ દારૂ  વલસાડના દરિયાકાંઠે કસ્ટમે કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન
Advertisement
  • Valsad ના દરિયા કિનારે  કસ્ટમ વિભાગના દરોડા
  • ગેરકાયદેસર દારૂના 555 બોક્સ ઝડપી પાડ્યા
  • 8 બુટલેગરો સહિત બોટ કરાઈ જપ્ત
  • કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો
  • દારૂની હેરાફેરી મુદ્દે કસ્ટમની કડક કાર્યવાહી 

Valsad Customs Raid: વલસાડ (Valsad) ના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરીને ગેરકાયદેસર દારૂની હેરાફેરી (Illegal Liquor Smuggling) થઈ રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે કસ્ટમ વિભાગે (Customs Department)  દરિયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કસ્ટમની ટીમે એક બોટને આંતરીને તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના કુલ 555 બોક્સ (Liquor Boxes) મળી આવ્યા હતા.

Valsad Customs Raid-Gujarat first

Advertisement

Valsad ના દરિયા કિનારે  કસ્ટમ વિભાગના દરોડા

કસ્ટમ વિભાગે આ દરોડા દરમિયાન દારૂના જથ્થા સાથે હેરાફેરીમાં સંડોવાયેલા 8 બુટલેગરોની (Bootleggers) ધરપકડ કરી છે. આ સાથે જ દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી બોટને (Boat) પણ કસ્ટમ દ્વારા જપ્ત કરવામાં આવી છે. કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, પકડાયેલા દારૂ અને બોટ સહિત કુલ મુદ્દામાલની કિંમત 50 લાખ (50 Lakhs) થી વધુ અંકાય રહી છે.

Advertisement

Valsad Customs Raid-Gujarat first

 કસ્ટમ વિભાગની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ

દરિયાઈ માર્ગે થતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કસ્ટમ વિભાગની આ લાલ આંખને પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ કસ્ટમ વિભાગ દ્વારા આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન તપાસ (Investigation) શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:  Rajkot Teacher Rape Case: પૂર્વ પ્રેમીએ શિક્ષિકાના અંગત પળોના ફોટા કર્યા વાયરલ, જાણો આ હાઈપ્રોફાઈલ કેસની વિગતો

Tags :
Advertisement

.

×