Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Valsad : એક કા ડબલ રૂપિયા કરવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગના 5 આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયા

Valsad મા અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સિનિયર સિટીઝનને એક કા ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપતી ગેંગનો પર્દાફાશ થયો છે, ગેંગના 5 શખ્સોને વલસાડ સાયબર ક્રાઈમે ઝડપી પાડયા છે અને ગુનાનો ભેદ ઉકેલી જેલના સળિયા ગણતા કરી દીધા છે.
valsad   એક કા ડબલ રૂપિયા કરવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગના 5 આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયા
Advertisement
  • Valsad જિલ્લામાં લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ
  • પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથધરી
  • ઇન્ટરનેટના માધ્યમથી અઘોરીના સંપર્કમાં આવ્યા હતા ફરિયાદી
  • અન્ય જિલ્લામાં પણ છેતરપિંડી કરી હોવાનું પોલીસને અનુમાન
  • ફરિયાદીને 19 લાખને ચૂનો લગાવ્યો

Valsad : અઘોરી બાબા અને ભુવાનો રૂપ ધારણ કરી છેતરપિંડી (cheating) કરતી ગેંગ ઝડપાઈ છે. વલસાડના એક સિનિયર સિટીઝન (senior citizen) સાથે રૂપિયા 19,60,500/- ઉપરાંતની ઓનલાઈન (online) છેતરપિંડી થઇ હતી. ગેંગના પાંચ ઇસમોને ઝડપી પાડતી વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ. ઇન્ટરનેટના માધ્યમથી અઘોરીનો સંપર્કમાં આવતા સિનિયર સિટીઝન છેતરાયા હતા અને એકના ડબલ કરવાની લાલચમાં સિનિયર સિટીઝનને 19 લાખ રૂ.નો ચૂનો લાગ્યો હતો. પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથધરી છે.

અઘોરી બાબા બની છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ

વલસાડના ઉમરગામ તાલુકામાં રહેતા 76 વર્ષીય વૃદ્ધને અજાણ્યા ઠગોએ શિકાર બનાવ્યા હતા. આરોપીઓએ ફોન પર પોતાની ઓળખ 'અઘોરી બાબા' તરીકે આપી વૃદ્ધને વિશ્વાસમાં લીધા હતા. ઠગોએ એવી લાલચ આપી હતી કે, ‘માતાજીની કૃપાથી તમારા રોકાયેલા નાણાં બમણા થઈ જશે.’ આ માયાવી જાળમાં ફસાઈને વૃદ્ધે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 19,60,500 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પોલીસ આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવી રહી છે અને અન્ય કોઈ લોકો સાથે પણ આ રીતે છેતરપિંડી થઈ છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. વલસાડના ઉમરગામ તાલુકામાં રહેતા 76 વર્ષીય વૃદ્ધને અજાણ્યા ઠગોએ શિકાર બનાવ્યા હતા. આરોપીઓએ ફોન પર પોતાની ઓળખ 'અઘોરી બાબા' તરીકે આપી વૃદ્ધને વિશ્વાસમાં લીધા હતા.

Advertisement

valsad gujarat first

Advertisement

Valsad : ઝડપાયેલ આરોપીઓના નામ

01-નૌમાનખાન મહેબુબખાન પઠાણ (ઉં.25)
02-અજાજખાન જાફરુલ્લાખાન પઠાણ (ઉં.32)
03-સલમાનખાન જાફરુલ્લાખાન પઠાણ (ઉં.34)
04-સમીરખાન જાફરૂલ્લાખાન પઠાણ (ઉં.26)
05-ઇરફાન ઇસ્માઇલ શેખ (ઉં.35)

આ પણ વાંચો : Valsad : ડેમોશા કંપની સામે 14 ગામના સરપંચ મેદાનમાં, સમાધાન છતાં કામદારોને પરત ન લેવાતા પોલીસ બોલાવી પડી

Tags :
Advertisement

.

×