Valsad tragedy: વલસાડ પાલિકાના જર્જરિત શોપિંગ સેન્ટરમાં સ્લેબ ધરાશાયી, વાહનોનો કચરણઘાણ થતા વેપારીઓમાં ફફડાટ
વલસાડમાં નગરપાલિકાના જર્જરિત શોપિંગ સેન્ટરનો સ્લેબ તૂટી પડ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. નગરપાલિકા સંચાલિત જૂની શોપિંગ સેન્ટરની બિલ્ડિંગમાં અચાનક સ્લેબ ધરાશાઈ થયો છે. આ શોપિંગ સેન્ટર લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું નહોતું, જેના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. સ્લેબ તૂટી પડવાની આ ઘટનાને લીધે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું છે.
Advertisement
- Valsad tragedy: પાલિકાના જર્જરિત શોપિંગ સેન્ટરનો સ્લેબ તૂટ્યો
- અનેક વાહનોનો કચ્ચરઘાણ નીકળ્યો
- શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાઈ થતા વેપારીઓમાં ફફડાટ
- જોખમી ઈમારતનો હિસ્સો તૂટી પડ્યો
- વેપારીઓના જીવ અધ્ધર, તંત્રની કામગીરી સામે સવાલો
- તંત્રની નિષ્ક્રિયતા અનેક રજૂઆતો છતાં સમારકામમાં વિલંબ
Valsad tragedy: વલસાડ (Valsad) શહેરના મધ્યમાં આવેલી અને નગરપાલિકા સંચાલિત જૂની શોપિંગ સેન્ટરની ઇમારતમાં સર્જાયેલી સ્લેબ ધરાશાઈ (Slab collapse) થવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. છેલ્લા લાંબા સમયથી આ શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત (Dilapidated) અને બિસ્માર હાલતમાં હોવા છતાં, તંત્રની ઘોર બેદરકારીને કારણે આજે એક મોટો અકસ્માત (Accident) સર્જાયો છે. આ દુર્ઘટનામાં પાર્ક કરેલા વાહનોને મોટા પાયે નુકસાન થયું છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં વહીવટી તંત્રની કામગીરી પ્રત્યે ભારે રોષ અને ભય (Fear) જોવા મળી રહ્યો છે. આ ઘટના નગરપાલિકાની જોખમી ઇમારતો પ્રત્યેની ઉદાસીનતાને સ્પષ્ટપણે છતી કરે છે.

