Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Valsad News: ખોદકામ દરમિયાન ગેસ લાઈનમાં બ્લાસ્ટ, હોટલમાં ભીષણ આગ લાગતા બે કર્મચારી ગંભીર

વલસાડના વાપીમાં કેબલ નાખવા માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન જેસીબી ગેસ લાઇન સાથે અથડાતા જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે નજીકની લક્ષ્મી હોટલમાં ભીષણ આગ લાગી હતી, જેમાં બે કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હરિયા હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે.
valsad news  ખોદકામ દરમિયાન ગેસ લાઈનમાં બ્લાસ્ટ  હોટલમાં ભીષણ આગ લાગતા બે કર્મચારી ગંભીર
Advertisement

Fire in Valsad: વલસાડના વાપીમાં કેબલ નાખવા માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન ગેસ લાઈનમાં  મોટો બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટની ઝપેટમાં આવતા નજીકની લક્ષ્મી હોટલમાં આગ લાગી હતી. આ ઘટનામાં હોટલના બે કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હરિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે.

કેબલ નાખતી વખતે ગેસ લાઈન સાથે અથડામણ

વાપીમાં વિકાસકામો માટે કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જેસીબી દ્વારા ખોદકામ કરતી વખતે ભૂગર્ભમાં રહેલી ગેસ લાઈન સાથે પાઈપ અથડાતા મોટો બ્લાસ્ટ થયો હતો. આ ઘટના એટલી ગંભીર હતી કે તેના પ્રચંડ ધડાકાએ આસપાસના વિસ્તારને હચમચાવી દીધો હતો અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

Advertisement

લક્ષ્મી હોટલમાં આગની ગંભીર ઘટના

ગેસ લાઈનમાં થયેલા બ્લાસ્ટની સીધી અસર નજીકમાં આવેલી 'લક્ષ્મી હોટલ' પર પડી હતી. બ્લાસ્ટને કારણે હોટલમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હોટલ સંકુલમાં દોડધામ મચી ગઈ હતી. ગ્રાહકો અને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી હતી.

Advertisement

બે કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા

આ ઘટનામાં હોટલમાં કામ કરતા બે કર્મચારીઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. બંને કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જતાં આસપાસના લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની ટીમે સમય સૂચકતા વાપરીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હરિયા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા.

તંત્ર દ્વારા તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરો અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. સમગ્ર બ્લાસ્ટ કયા સંજોગોમાં થયો અને ખોદકામ કરતી વખતે સાવચેતી રાખવામાં આવી હતી કે નહીં, તે અંગે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Surat News: ડોનેશનની લાલચ આપી મહિલાએ શાળાના ટ્રસ્ટીને 2 કરોડનો ચૂનો લગાવ્યો!

Tags :
Advertisement

.

×