Vav-Tharad: નાગલા ગામે લોહિયાળ ખેલ, જૂની અદાવતમાં આધેડ પર છરીના ઘા ઝીંકાયા, જાણો સમગ્ર મામલો
- Vav-Tharad ના નાગલા ગામે આધેડ પર હુમલાનો મામલો
- જીવલેણ હુમલો કરનાર આરોપી દિનેશ ઠાકોર ઝડપાયો
- પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની કરી ધરપકડ
Vav-Tharad: ગુજરાતમાં સતત હિંસાત્મક ઘટનાઓ વધી રહી છે. કોઈને કોઈ બાબતેને લઈ લોકો ઉગ્ર બની જતાં હોય છે. આવી જ એક ઘટના વાવ-થરાદ જીલ્લામાંથી આવી છે. થરાદના નાગલા ગામે (Nagla village) એક આધેડ વ્યક્તિ પર જીવલેણ હુમલો (Deadly Attack) કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ આધેડને હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે. ખેતરની વાડ બાબતે ચાલી આવતી બે વર્ષ જૂની અદાવતનું પરિણામ લોહિયાળ હુમલામાં આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જૂની અદાવતમાં છરીના ઘા ઝીંક્યા
ઘટનાની વિગતો મુજબ નાગલા ગામે મોડી રાત્રે આરોપી દિનેશ ઠાકોરે (Dinesh Thakor) પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આધેડ પર છરી વડે હુમલો કર્યો હતો. આરોપીએ આધેડના શરીર પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતા જ થરાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આરોપી દિનેશ ઠાકોરને દબોચી લીધો છે.
ખેતરની વાડનો વિવાદ બન્યો હુમલાનું કારણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર અને આરોપી વચ્ચે છેલ્લા બે વર્ષથી ખેતરની વાડ બનાવવા બાબતે વિવાદ (Dispute) ચાલી રહ્યો હતો. આ બાબતે અગાઉ પણ બંને પક્ષો વચ્ચે મોટી બબાલ થઈ હતી. એ જ જૂની અદાવત મનમાં રાખીને આરોપીએ મોડી રાત્રે અંધારાનો લાભ લઈ હુમલો કર્યો હતો. હાલમાં ઇજાગ્રસ્ત આધેડને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આ મામલે થરાદ પોલીસે ગુનો નોંધી આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવા અને હુમલા પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે. સરહદી વિસ્તારમાં વધતી જતી આવી હિંસક ઘટનાઓને રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ ઉઠી છે.
આ પણ વાંચોઃ Surat: 'મારી પાસે વહુને દેવા કંઈ નહોતું એટલે ચોરી કરી', કતારગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો


