Independence Day: શક્તિપીઠ પાવાગઢ ધામમાં દેશભક્તિનો રંગ, ધુમ્મસવાળા વાતાવરણમાં તિરંગો લહેરાવાયો
પંચમહાલના શક્તિપીઠ પાવાગઢ ધામમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ. ધૂમ્મસવાળા વાતાવરણ વચ્ચે મંદિર પરિસરમાં તિરંગો લહેરાવી રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ. દેશભક્તિના ગીતોથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારથી માઈભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
Advertisement
Independence Day Celebration in Pavagadh: પંચમહાલના પાવાગઢ સ્થિત શક્તિપીઠ ધામમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વહેલી સવારથી જ પાવાગઢ ખાતે ભક્તિમય વાતાવરણ સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ધુમ્મસવાળા વાતાવરણ વચ્ચે મંદિર પરિસરમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

