Panchmahal: કાલોલમાં દાહોદ ACBની સફળ ટ્રેપ,જુગાર કેસ પતાવવા 20 હજારની લાંચ માગી હતી
કાયદાના રક્ષકો દ્વારા જ કાયદાની આડમાં કેવી રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે તેનો પર્દાફાશ થયો છે. એક સામાન્ય કેસની પતાવટ માટે શરૂ થયેલી સોદાબાજી એટલી વધી ગઈ કે ભોગ બનનારે આખી વાત એસીબી સુધી પહોંચાડી દીધી. ત્યારબાદ સુરક્ષા એજન્સી દ્વારા રચવામાં આવેલા માયાજાળમાં લાંચ લેનાર ખુદ ફસાઈ ગયો, જેણે પોલીસ બેડામાં ભારે હડકંપ મચાવી દીધો છે.
Advertisement
Kalol ACB Trap Panchmahal: પંચમહાલ (Panchmahal) જિલ્લાના કાલોલ (Kalol) વિસ્તારમાંથી લાંચિયાઓ વિરુદ્ધ એસીબી (ACB - Anti Corruption Bureau) દ્વારા એક સફળ ટ્રેપ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પોલીસકર્મીઓ વતીથી ૧૫ હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા દાહોદ એસીબી (Dahod ACB) ની ટીમે એક શખ્સની રંગે હાથે ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી ભ્રષ્ટ બે બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

