Halol: હડબિયા ગામે પુત્રને બચાવવા જતાં માતાને કરંટ લાગ્યો, માતાનું મોત, પુત્ર સારવાર હેઠળ
હાલોલના હડબિયા ગામે પશુઓને બાંધતી વખતે પુત્રને વીજ કરંટ લાગ્યો હતો. તેને બચાવવા જતાં માતાને પણ કરંટ લાગતા તેમનું કરુણ મોત થયું છે. પુત્ર ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને MGVCL ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ દુઃખદ બનાવથી વિસ્તારમાં શોકનો માહોલ છે.
Advertisement
Halol News: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના હડબિયા (Hadbiya) ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. પશુઓને બાંધવા જતી વખતે લાગેલા વીજ કરંટ (Electric Shock) ના કારણે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે તેને બચાવવા ગયેલી માતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

