"વોટ જોઈએ છે? તો પહેલા પાણી આપો!"Patan ના આ ગામમાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર
- પાટણ (Patan) ના રાધનપુર (Radhanpur) માં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર
- નજુપુરા ગામે સિંચાઈનું પાણી ન મળતા ભારે વિરોધ
- ગ્રામજનો 10 વર્ષથી નર્મદા સિંચાઈના પાણીથી વંચિત
- સિંચાઈનું પાણી ન મળતા 500થી વધુ લોકોએ ગામ છોડ્યું
- સિંચાઈનું પાણી ન મળતા 700 વિધાથી વધુ જમીન સુકી ભઠ્ઠ
Patan Election Boycott : પાટણ (Patan) જિલ્લાના રાધનપુર (Radhanpur) પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) પહેલાં જ વિરોધનો વંટોળ ફૂંકાયો છે. રાધનપુરના નજુપુરા (Najupura) ગામના લોકોએ પાયાની જરૂરિયાત સમાન સિંચાઈનું પાણી ન મળતા એકસૂરે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે, જેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
પાટણ (Patan) ના રાધનપુર (Radhanpur) માં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર
પાટણ (Patan) જિલ્લાના રાધનપુર (Radhanpur) પંથકના નજુપુરા ગામમાં ગ્રામજનોએ એકઠા થઈને "પાણી નહીં તો વોટ નહીં" ના નારા સાથે ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
10 વર્ષથી નર્મદાના પાણીની રાહ જોતા લોકો
ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી તેઓ નર્મદા (Narmada) સિંચાઈના પાણીથી વંચિત છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં નર્મદાના નીર ખેતરો સુધી પહોંચ્યા નથી. સિંચાઈના અભાવે ગામની 700 વીઘાથી વધુ ખેતીલાયક જમીન હાલ સુકી ભઠ્ઠ પડી છે. ખેતી પર નભતા પરિવારો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
500 થી વધુ લોકો હિજરત કરવા મજબૂર
પાણીની ગંભીર સમસ્યાને કારણે ગામના 500 થી વધુ લોકો ગામ છોડીને સ્થળાંતર (Migration) કરી ગયા છે. ગામ હવે ખાલીખમ થવાને આરે છે.
નજુપુરાના ગ્રામજનોની વ્યથા
ગ્રામજનોએ વ્યથા ઠાલવતા જણાવ્યું કે, પાણી ન હોવાને કારણે ખેતી અને આવક બંધ થઈ ગઈ છે, જેના લીધે તેમના દીકરા-દીકરીઓના લગ્ન (Marriage) કરવામાં પણ મોટી મુશ્કેલીઓ પડી રહી છે. આ સામાજિક પ્રતિષ્ઠા બચાવવા માટે પણ લોકો ગામ છોડવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચો : Jamnagar Election 2026 : દિગુભા અને વિક્રમ માડમની વ્યૂહરચના, વિપક્ષના પૂર્વ કોર્પોરેટરને પક્ષમાં લાવ્યા!


