Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Patan: ભાવિક પટેલની હટકે સ્ટાઈલ! એસી કાર છોડી બળદગાડાના પર સવાર થઈ ફોર્મ ભરવા પહોંચ્યા

Patan: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) ના માહોલ વચ્ચે પાટણ જિલ્લાની ધીણોજ જિલ્લા પંચાયત (Dhinoj District Panchayat) બેઠક પર એક અનોખો નજારો જોવા મળ્યો હતો.
patan  ભાવિક પટેલની હટકે સ્ટાઈલ  એસી કાર છોડી બળદગાડાના પર સવાર થઈ ફોર્મ ભરવા પહોંચ્યા
Advertisement
  • Patan માં BJP ઉમેદવારે અનોખી રીતે ભર્યું ફૉર્મ
  • ધીણોજ બેઠક પર ભાવિક પટેલની બળદગાડા એન્ટ્રીએ સૌને ચોંકાવ્યા
  • એસી કાર છોડી બળદગાડામાં ફોર્મ ભરવા પહોંચ્યા ભાજપના નેતા
  • ભાવિક પટેલે જૂની પરંપરા જીવંત કરી વિપક્ષોને વિચારતા કરી દીધા
  • બળદગાડા પર સવાર થઈ ભાવિક પટેલે મતદારોને આપ્યું મોટું વચન

Patan: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) ના માહોલ વચ્ચે પાટણ જિલ્લાની ધીણોજ જિલ્લા પંચાયત (Dhinoj District Panchayat) બેઠક પર એક અનોખો નજારો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર ભાવિક પટેલે (Bhavik Patel) આધુનિક સંસાધનોનો ત્યાગ કરી આપણી પ્રાચીન સંસ્કૃતિ અને રીતિ-રિવાજોને (Cultural Traditions) પ્રાધાન્ય આપતા બળદગાડામાં (Bullock Cart) સવાર થઈને પોતાનું નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા.

Patan માં BJP ઉમેદવારે અનોખી રીતે ભર્યું ફૉર્મ

ભાવિક પટેલ (Bhavik Patel) ચાણસ્મા હાઈવેથી મામલતદાર કચેરી (Mamlatdar Office) સુધી બળદગાડામાં રેલી (Rally) સ્વરૂપે નીકળ્યા હતા. આ અનોખી રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. ઉમેદવારનો આ દેશી અંદાજ મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

Advertisement

Patan-BJP-Local Body Elections-Gujarat first

Advertisement

વિકાસના કામોની ખાતરી

ઉમેદવારી ફોર્મ (Nomination Form) ભર્યા બાદ ભાવિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ધીણોજ જિલ્લા પંચાયત બેઠક પર જે પણ વિકાસના કામો (Development Works) બાકી રહી ગયા છે, તેને 'ડબલ એન્જિન'ની તાકાતથી વેગ આપીને પૂર્ણ કરવામાં આવશે. તેમણે મતદારોને ખાતરી આપી હતી કે તેઓ વિસ્તારના પ્રશ્નોને વાચા આપશે.

Patan-BJP-Local Body Elections-Gujarat first

જ્ઞાતિગત સમીકરણો

ધીણોજ જિલ્લા પંચાયત બેઠક પર મુખ્યત્વે ઠાકોર તેમજ પાટીદાર સમાજનું વિશેષ પ્રભુત્વ (Dominance) જોવા મળે છે. ત્યારે ભાવિક પટેલની આ રણનીતિ અને પરંપરાગત અભિગમ તેમને આ બંને સમાજની નજીક લાવવામાં કેટલો સફળ રહે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો:  Gujarat Local Body Election 2026: ચૂંટણી લડવાની આશા પર પાણી ફરી વળતાં ક્યાંક રાજીનામા તો ક્યાંક વિરોધ

Tags :
Advertisement

.

×