Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

BJP વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે લાલ આંખ, પૂર્વ કોર્પોરેટર સહિત 4 દિગ્ગજો પક્ષમાંથી આઉટ!

બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને અપક્ષ ઉમેદવારી નોંધાવવા બદલ પૂર્વ કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલ સહિત કુલ 4 કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. શિસ્તભંગ બદલ લેવાયેલા આ કડક નિર્ણયમાં રાણપુરના વિજયભાઈ ઘાઘરેટીયા તેમજ રેણુકાબેન અને જસુભાઈ સવાણીનો સમાવેશ થાય છે, જેનાથી રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે.
bjp વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે લાલ આંખ  પૂર્વ કોર્પોરેટર સહિત 4 દિગ્ગજો પક્ષમાંથી આઉટ
Advertisement
  • બોટાદમાં BJP વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપની કાર્યવાહી
  • પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 4 મ 6 વર્ષ માટે સસ્પેન્ડ
  • પૂર્વ કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલને પક્ષે કર્યા સસ્પેન્ડ

Botad BJP: બોટાદ જિલ્લા રાજકારણમાં આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા પક્ષના શિસ્તનો ભંગ કરનારા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ (Anti-party activities) કરનારા ચાર સક્રિય કાર્યકરો સામે લાલ આંખ કરવામાં આવી છે. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે (Mayur Patel) તાત્કાલિક અસરથી આ ચાર સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ (Suspended) કરવાનો આદેશ કર્યો છે. આ નિર્ણયને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પૂર્વ કોર્પોરેટર સામે શિક્ષાત્મક પગલાં

આ કાર્યવાહીમાં સૌથી ચર્ચાસ્પદ નામ બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 9 ના પૂર્વ કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલ (Chhatrajit Dhadhal) નું છે. છત્રજીતભાઈએ પક્ષના આદેશ વિરુદ્ધ જઈને વોર્ડ નંબર 9 માં અપક્ષ ઉમેદવારી (Independent Candidature) નોંધાવી હતી. ભાજપ હંમેશા શિસ્તબદ્ધ સંગઠન તરીકે ઓળખાય છે, ત્યારે પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે જ બગાવત કરવી તેમને ભારે પડી છે. જિલ્લા સંગઠને આ બાબતને ગંભીરતાથી લઈને તેમને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી મુક્ત કર્યા છે.

Advertisement

Advertisement

રાણપુર અને અન્ય કાર્યકરો પર ગાજ

માત્ર બોટાદ શહેર જ નહીં, પરંતુ રાણપુર વિસ્તારમાં પણ ભાજપે કડક વલણ અપનાવ્યું છે. રાણપુરના વિજયભાઈ ઘાઘરેટીયા (Vijay Ghaghretiya) એ પણ પક્ષની વિચારધારાથી અલગ જઈને અપક્ષ તરીકે ફોર્મ ભરતા તેમને પણ 6 વર્ષ માટે ઘરભેગા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રેણુકાબેન સવાણી (Renuka Savani) અને જસુભાઈ સવાણી (Jasu Savani)  સામે પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના પુરાવા મળતા જિલ્લા પ્રમુખ (District President) મયુર પટેલે તેમને સસ્પેન્ડ કર્યા છે.

BJP  નું આકરું  વલણ

ચૂંટણીના માહોલ વચ્ચે લેવાયેલો આ નિર્ણય અન્ય કાર્યકરો માટે પણ એક ચેતવણી (Warning) સમાન છે. બોટાદ જિલ્લા ભાજપના આ આકરા વલણથી બળવાખોર (Rebel) નેતાઓ અને કાર્યકરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં સંગઠન વધુ મજબૂતીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તેવા સંકેતો મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Dediapada માં BJP નો મોટો દાવ, MLA ચૈતર વસાવાના નજીકના નેતાઓ ભાજપમાં જોડાયા

Tags :
Advertisement

.

×