Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Patan: રાજકીય સમીકરણો બદલાશે? કોંગ્રેસ નેતાએ રાજકારણ ભૂલી કર્યું એવું કે સો. મીડિયા પર ભારે ચર્ચા જામી

પાટણના આધુનિક બસ સ્ટેશનના લોકાર્પણમાં કોંગ્રેસ MLA કિરીટભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વખાણ કરી રાજકીય સૌહાર્દનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર મંત્રી સાથેના ફોટા શેર કર્યા હતા અને નવા બસ પોર્ટને જનતાની સુરક્ષા અને સગવડ માટે મહત્વનું ગણાવી પાટણના વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
patan  રાજકીય સમીકરણો બદલાશે  કોંગ્રેસ નેતાએ રાજકારણ ભૂલી કર્યું એવું કે સો  મીડિયા પર ભારે ચર્ચા જામી
Advertisement
  • Patan: કોંગ્રેસ MLA કિરીટ પટેલે નાયબ મુખ્યમંત્રીના કર્યા વખાણ
  • પાટણ બસ સ્ટેન્ડ લોકાર્પણ અવસરે DyCMના કર્યા વખાણ
  • કિરીટ પટેલે હર્ષભાઇ સંઘવી સાથેના ફોટો પોસ્ટ કર્યા

Patan: પાટણની જનતા માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. શહેરના નવનિર્મિત અત્યાધુનિક આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ રાજ્યના ગૃહ નાયબ મુખ્યમંત્રી (DyCM Harshbhai Sanghavi) ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રાજકીય ભાઈચારો રહ્યો.  પાટણના (Patan) કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે (MLA Kiritbhai Patel) પક્ષીય રાજકારણ ભૂલીને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની કાર્યશૈલી અને વિકાસલક્ષી અભિગમના મુક્ત કંઠે વખાણ કર્યા હતા.

Patan: જનતાને સમર્પિત નવું બસ સ્ટેશન

લોકાર્પણ સમારોહમાં સંબોધન કરતા ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'નવું આધુનિક બસ સ્ટેશન તૈયાર થઈ હવે જનતાને સમર્પિત થયું છે.' આ સુવિધાથી મુસાફરોને હવે ડેપોમાં જ એરપોર્ટ જેવી સગવડતાઓ મળશે. હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આ કાર્ય સંપન્ન થતા તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. આ નવા બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા, આરામદાયક વેઈટિંગ રૂમ અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી લોકોને વધુ સુરક્ષા અને સગવડતા મળશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

Advertisement

Advertisement

Patan: સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કિરીટભાઈ પટેલે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર નાયબ મુખ્યમંત્રી સાથેની તસવીરો પોસ્ટ કરી હતી. તેમણે આ ક્ષણને ઐતિહાસિક ગણાવતા લખ્યું હતું કે, પાટણના ગૌરવ સમાન આ પ્રોજેક્ટના લોકાર્પણમાં હાજરી આપવાનો અવસર મળવો એ ગૌરવની વાત છે. વિપક્ષી નેતા દ્વારા સત્તાધારી પક્ષના મંત્રી સાથેની આ આત્મીયતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહી છે.

વિકાસની પ્રતિબદ્ધતા

કિરીટભાઈ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, 'પાટણના (Patan) સર્વાંગી વિકાસ માટે અમે સતત પ્રતિબદ્ધ છીએ.' વિકાસના કાર્યોમાં રાજકારણ આડે ન આવવું જોઈએ તેવો મજબૂત સંદેશ તેમણે આપ્યો હતો. પાટણના (Patan) નાગરિકો માટે આ બસ સ્ટેશન પરિવહન ક્ષેત્રે નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે.

MLA ની પોસ્ટ બાદ નાયબ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા

ધારાસભ્ય કિરીટભાઈ પટેલે વખાણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કિરીટભાઈ પટેલને ભાજપ સરકારે કરેલો પાટણનો વિકાસ ગમ્યો છે.

વધુમાં કહ્યું હતુ કે કિરીટભાઈએ પાટણ બસપોર્ટનો વિકાસ જોયો છે. કિરીટભાઈ પટેલ હંમેશા વિકાસના પ્રશ્નો ઉઠાવે છે. પાટણમાં ભાજપની ટીમ પણ સારૂ કામ કરી રહી છે. જો કે એકબીજાના વખાણ કરતાં કિરીટભાઈ પટેલ પોતાની પાર્ટી બદલશે કે કંઈ બીજું કરશે તેવી ચર્ચાઓ થઈ રહી છે.

આ પણ વાંચોઃ Gandhinagar: લોકડાઉનની અફવાઓ વચ્ચે DyCM હર્ષભાઈ સંઘવીનું નિવેદન, ખોટી અફવાઓ ફેલાવી તો..!

Tags :
Advertisement

.

×