Patan Rain: પાટણમાં બીજા દિવસે પણ વરસાદનો કહેર, સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા, રેલવે ગરનાળાનો માર્ગ બંધ
પાટણ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. પાટણ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રેલવે ગરનાળા પાસે અવરજવર બંધ થઈ ગઈ છે, જ્યારે રાધનપુર, સાંતલપુર અને હારીજમાં પણ જળભરાવથી જનજીવન પ્રભાવિત બન્યું છે.
Advertisement
Patan Rain : પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસતા શહેર અને તાલુકા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે. પાણી ભરાવાને કારણે સ્થાનિકોને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.

