શું હતી સમગ્ર ઘટના?
આ કેસની વિગત એવી છે કે વર્ષ 2021 માં પાટણ જિલ્લાના વારાહી પોલીસ સ્ટેશનમાં (Police Station) એક એફઆઈઆર (FIR) નોંધાવવામાં આવી હતી. ફરિયાદી પોતાની 54 વર્ષીય પત્ની સાથે બાઇક (Bike) પર સવાર થઈને સમીથી વારાહી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સિદ્ધપુર પાટિયા પાસે હાઈવે પરથી એક ટ્રક (Truck) પસાર થઈ હતી. ટ્રક પસાર થયા બાદ રોડ પર એક મોટો ખાડો હતો, જે કોઈ કારણસર બાઇક ચાલકને દેખાયો ન હતો. જેથી બાઇક રોડ પરના એ ઊંડા ખાડામાં જોરદાર રીતે પટકાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં (Accident) બાઇક પાછળ બેઠેલી 54 વર્ષીય પત્ની રોડ પર પટકાતાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના લીધે તેમનું મોત (Death) નીપજ્યું હતું.
ફરિયાદીના આક્ષેપો
આ ઘટના બાદ મૃતક મહિલાના પતિ એટલે કે ફરિયાદીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ઘોર બેદરકારીના કારણે હાઈવે પરનો આ ખાડો પૂરવામાં આવ્યો ન હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ફરિયાદીએ આ મામલે NHAI ના ઉચ્ચ અધિકારીઓ અને રસ્તાના કામ સાથે સંકળાયેલા સબ-કોન્ટ્રાક્ટરોને મુખ્ય આરોપી (Accused) બનાવ્યા હતા. પોતાની સામે થયેલી આ કાનૂની કાર્યવાહી અને ફરિયાદને પડકારવા માટે NHAI ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેમણે હાઈકોર્ટમાં અરજી (Petition) સબમિટ કરીને આ ફરિયાદ રદ કરવા માટે દાદ માગી હતી.
હાઈકોર્ટે કેમ રદ કરી ફરિયાદ?
આ હાઈપ્રોફાઈલ મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કેસના તમામ પાસાઓ અને રજૂ કરાયેલા દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી કરી હતી. કોર્ટે નોંધ્યું કે હાઈવે પર ખાડો હોવો એ દુઃખદ બાબત છે, પરંતુ આ દુર્ઘટનામાં અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરોની કોઈ સીધી ગુનાહિત બેદરકારી હતી તેવા કોઈ મજબૂત કે સચોટ પુરાવા રેકોર્ડ પર ઉપલબ્ધ નથી. માત્ર હોદ્દાના આધારે કોઈ વ્યક્તિ પર ગુનાહિત બેદરકારીનો આરોપ લગાવી શકાય નહીં. આથી, પૂરતા કાનૂની પુરાવાઓના અભાવે હાઈકોર્ટે તમામ આરોપીઓ સામેની આ ફરિયાદને સદંતર રદ કરવાનો હુકમ કર્યો છે.
આ પણ વાંચોઃ Kapadvanj Factory Blast: ફેક્ટરી માલિક સામે ગુનો દાખલ, LCB અને SOG તપાસમાં જોડાઈ