Zhiliya Kand ગેંગવોર બાદ મેજિસ્ટ્રેટના પ્રતિબંધાત્મક આદેશો, ટોળું ભેગુ થવા પર પ્રતિબંધ
- Patan ઝીલિયા ગેંગવોર બાદ સમગ્ર જિલ્લામાં કલમ-144લાગુ
- જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 24 કલાક માટે જાહેરનામું બહાર પડાયું
- સમગ્ર પાટણ જિલ્લામાં સભા અને મેળાવડા પર પ્રતિબંધ
Patan: ઝીલિયા (Zhiliya) ગામમાં તાજેતરમાં પોલીસ પર થયેલા હુમલા બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી સ્થિતિ તંગ બની છે.આ હિંસક ગેંગવોરની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને ખાસ કરીને વામૈયા (Vamaiya) ગામના 18 શખ્સોના જાહેરમાં કરવામાં આવેલા રિકન્સ્ટ્રક્શન (Reconstruction) દરમિયાન થયેલા લાઠીચાર્જને પગલે ઠાકોર ક્ષત્રિય સમાજ (Thakor Kshatriya Samaj) માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ વધુ વણસે નહીં અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate) દ્વારા સમગ્ર જિલ્લામાં આગામી 24 કલાક માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે.
Patan: જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
વધતી જતી અશાંતિ અને ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સજ્જ થયું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 (જે અગાઉ IPC કલમ 144 તરીકે જાણીતી હતી) લાગુ કરવામાં આવી છે. આ કલમ લાગુ થવાથી 4 થી વધુ લોકો ભેગા થઈ શકે નહીં. આ જાહેરનામા મુજબ સમગ્ર પાટણ જિલ્લામાં કોઈપણ પ્રકારની સભા, સરઘસ કે મોટા મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
Patan: વધુ 4 કર્મચારીઓ સસ્પેન્ડ
ઝીલિયા ગેંગવોર (Zhiliya Gangwar) મામલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતા અને સમાજનો રોષ ઠારવા માટે વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. આ કેસમાં બેદરકારી અને શિસ્તભંગ બદલ વધુ 4 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા છે. અગાઉ PI સહિત 8 પોલીસકર્મી અને 5 GRD જવાનોને સસ્પેન્ડ કરાયા હતા.
લાઠીચાર્જ કરતાં સમાજનો વિરોધ
ઉલ્લેખનીય છે કે, તપાસના ભાગરૂપે પોલીસ જ્યારે 18 આરોપીઓને લઈને સ્થળ પર પહોંચી ત્યારે પરિસ્થિતિ તંગ બની હતી. જાહેરમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન થયેલા લાઠીચાર્જ (Lathi-charge) ના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાનો અને નેતાઓમાં ભારે નારાજગી ફેલાઈ હતી. આ કાર્યવાહીના વિરોધમાં આજે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને વિરોધ સભા યોજવાના હતા, પરંતુ વહીવટી તંત્રએ પૂર્વ તૈયારી રૂપે સભા પર રોક લગાવી દીધી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
હાલમાં પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત (Police Security) ગોઠવી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપી (SRP) અને સ્થાનિક પોલીસની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક (Superintendent of Police) અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Patan: ઝીલિયાના ભાવેશ રબારી સામે વધુ એક ફરિયાદ, જાણો મામલો
આ પણ વાંચોઃ Zhiliya Kand: શું ફાર્મ હાઉસ બાદ હવે Bhavesh Rabari નું ઘર તોડી પડાશે?


