Kajal Maheriya: કાજલ મહેરિયાએ મૌન તોડ્યું, "કોઈ દબાણ નહીં, મેં મારી મરજીથી જ અલ્પેશ સાથે લગ્ન કર્યા છે"
- Kajal Maheriya: લગ્ન વિવાદ પર કાજલ મહેરિયાએ તોડ્યું મૌન
- લોકગાયિકા કાજલ મહેરિયાની ખુલ્લી ચેતવણી
- "જો હેરાન કરશો તો કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહેજો"
- કાજલ મહેરિયાએ અફવાઓ પર પૂર્ણવિરામ મુકતા કરી મોટી સ્પષ્ટતા
- પરિવારનો રાજીપો નહોતો છતાં પસંદ કર્યો જીવનસાથી
Kajal Maheriya: ગુજરાતની જાણીતી લોકગાયિકા (Folk Singer) કાજલ મહેરિયાના લગ્નને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચાઓ પર અંતે વિરામ આવ્યો છે. કારણ કે, કાજલ મહેરિયાએ પોતે સામે આવીને આ મામલે સ્પષ્ટતા (Clarification) કરી છે. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં ચાલી રહેલી અફવાઓ વચ્ચે તેમણે જણાવ્યું કે, તેણે પોતાની મરજીથી અને પુખ્તવયે આ લગ્નનો નિર્ણય લીધો છે.
દબાણ કે ધમકીના આરોપોને ફગાવ્યા (Refuted Allegations)
કાજલ મહેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તેમણે અલ્પેશ (Alpesh) સાથેના લગ્ન કોઈ પણ પ્રકારના દબાણવશ કે ધમકીને કારણે નથી કર્યા. છેલ્લા કેટલાક સમયથી લોકોમાં એવી ચર્ચા હતી કે, કાજલ પર દબાણ કરવામાં આવ્યું છે, પરંતુ ગાયિકાએ આ વાતોને પાયાવિહોણી ગણાવી છે. તેણે ઉમેર્યું કે હવે હદનો છેડો પાર થયો હોય એવું લાગતા આ ખુલાસો (Disclosure) કરવો અનિવાર્ય બન્યો છે.
આ પણ વાંચો---- Food poisoning: લગ્નનું જમણવાર ઝેર બન્યું, ગરબાડાના અભલોડમાં 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ
દોઢ વર્ષના સંબંધો (Relationship Details)
પોતાના અંગત જીવન વિશે વાત કરતા કાજલ મહેરિયાએ કબૂલાત કરી કે, તેઓ અલ્પેશ સાથે છેલ્લા દોઢ (1.5 Years) વર્ષથી રિલેશનમાં (In a Relationship) હતા. આ લગ્ન અંગે તેણે પોતાના પરિવારને (Family) પણ પૂર્વ જાણ કરી હતી. જોકે, તેના આ નિર્ણયમાં પરિવારનો રાજીપો નહોતો, તેમ છતાં તેણે પોતાના જીવનસાથી તરીકે અલ્પેશની પસંદગી કરી છે.
Gujarati Singer Kajal Maheriya : લોક ગાયિકા કાજલ મહેરિયાની લગ્ન મામલે સ્પષ્ટતા | Gujarat First
મેં મારી મરજીથી પુખ્તવયે લગ્ન કર્યા: કાજલ મહેરિયા
મેં કોઈ દબાણવશ લગ્ન નથી કર્યા: કાજલ મહેરિયા
હદનો છેડો પાર થયો હોય એમ લાગે છે:કાજલ મહેરિયા
મેં ધમકી કે દબાણ વગર અલ્પેશ સાથે લગ્ન… pic.twitter.com/pgExRIjLf2— Gujarat First (@GujaratFirst) April 21, 2026
કાયદાકીય કાર્યવાહીની ચીમકી (Legal Action)
લગ્ન બાદ સર્જાયેલા વિવાદમાં કાજલ મહેરિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, અલ્પેશ અને તેમના સાસરી પક્ષમાં (In-laws House) જઈને કેટલાક લોકોએ ધમકી આપી છે. આ મામલે કાજલે ચેતવણી આપતા કહ્યું છે કે, જો હવે કોઈ પણ વ્યક્તિ તેમને હેરાન કરશે કે સોશિયલ મીડિયા પર ખરાબ કોમેન્ટ (Bad Comment) કરશે, તો તે વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી (Legal Action) કરશે.
આ પણ વાંચો---- Jamnagar: લેબર કોલોનીમાં ખોરાકી ઝેરનો હાહાકાર, ભોજન આરોગ્યા બાદ 45 શ્રમિકોની તબિયત લથડી


