Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mother's Day: લોહીનો સંબંધ નથી છતા પણ મમતાનો પાર નથી, Patan ના 24 વર્ષની જલ્પાબેન બન્યા અનાથ બાળકોની ‘મા’

Patan: લોકો કહે છે કે ભગવાન બધે પહોંચી શકતો નથી, એટલે તેણે 'મા' બનાવી છે. પણ જ્યારે નસીબના વાંકે માની મમતા છીનવાઈ જાય, ત્યારે તે નિરાધાર બાળકોનું શું? આજે માતૃ દિવસ (Mother's Day) નિમિત્તે પાટણની પવિત્ર ધરતી પર એક એવું ધામ જોવા મળ્યું છે જ્યાં લોહીનો સંબંધ નથી, છતાં મમતાનો સાગર છલકાય છે.
mother s day  લોહીનો સંબંધ નથી છતા પણ મમતાનો પાર નથી  patan ના 24  વર્ષની જલ્પાબેન  બન્યા અનાથ બાળકોની ‘મા’
Advertisement
  • Patan ના 24 વર્ષના જલ્પાબેન બન્યા નિરાધાર બાળકોની 'મા'
  • લોહીનો સંબંધ નથી, પણ મમતાનો પાર નથી
  • બાળકો કાજે જલ્પાબેને છોડ્યું સિંગિંગ અને પ્રોફેશનલ કરિયર
  • અનાથ બાળકો માટે મમતાનું અમરધામ 'આપણુ ઘર'
  • જરુરિયાતમંદ બાળકો હવે 'આપણા ઘર'માં ભણશે
  • બાળકોના ચહેરા પર ખુશી લાવવા જલ્પાબેનનું અનોખું મિશન

Patan: લોકો કહે છે કે ભગવાન બધે પહોંચી શકતો નથી, એટલે તેણે 'મા' બનાવી છે. પણ જ્યારે નસીબના વાંકે માની મમતા છીનવાઈ જાય, ત્યારે તે નિરાધાર બાળકોનું શું? આજે માતૃ દિવસ (Mother's Day) નિમિત્તે પાટણની પવિત્ર ધરતી પર એક એવું ધામ જોવા મળ્યું છે જ્યાં લોહીનો સંબંધ નથી, છતાં મમતાનો સાગર છલકાય છે. 24  વર્ષના જલ્પાબેન રબારીએ પોતાની ઉજ્જવળ કારકિર્દી (Professional Career) છોડીને અનાથ બાળકો માટે મમતાનું અમરધામ ‘આપણું ઘર’ (Aapnu Ghar) કંડાર્યું છે.

Patan ના 24 વર્ષની જલ્પાબેન બન્યા અનાથ બાળકોની ‘મા’

જે ઉંમરે યુવાનો પોતાની કારકિર્દી (Career) માટે દોડતા હોય, તે ઉંમરે જલ્પાબેને એક અનોખો માર્ગ પસંદ કર્યો છે. તેઓ IELTS જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં સારી નોકરી (Job) કરતા હતા અને તેમને સિંગિંગ (Singing) પ્રત્યે પણ ભારે લગાવ હતો. જોકે, જ્યારે તેમણે રસ્તા પર ભીખ માંગતા માસૂમ બાળકોને જોયા, ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. આ બાળકોના ચહેરા પર ખુશી લાવવા માટે તેમણે પોતાની નોકરી અને સિંગિંગના શોખને એક ક્ષણમાં છોડી દીધા અને પોતાનું જીવન નિરાધાર બાળકો માટે સમર્પિત કરવાનો સંકલ્પ (Resolution) કર્યો.

Advertisement

‘આપણું ઘર’: એક હર્યો-ભર્યો પરિવાર

પાટણની આ સંસ્થા ‘આપણું ઘર’માં પ્રવેશતા જ કોઈ અનાથાલય (Orphanage) જેવી નહીં, પણ એક હર્યા-ભર્યા પરિવાર (Family) જેવી અનુભૂતિ થાય છે. અહીં બાળકોને માત્ર આશરો જ નથી મળતો, પણ માતૃત્વનો હુંફાળો સ્પર્શ મળે છે.અહીં બાળકો માટે સ્વચ્છ રૂમો, આરામદાયક પલંગ, પૌષ્ટિક ખોરાક (Nutritious Food) અને સુંદર કપડાંની વ્યવસ્થા છે. દરેક બાળકની સંભાળ જલ્પાબેન જાતે જ પોતાની સગી માતાની જેમ રાખે છે.

Advertisement

બાળકોના ચહેરા પર ખુશી લાવવા જલ્પાબેનનું અનોખું મિશન

સમાજ સેવિકા (Social Worker) જલ્પાબેન જણાવે છે કે, "જ્યારે મેં આ બાળકોને રસ્તા પર જોયા ત્યારે મને લાગ્યું કે આમને ભોજન કરતાં પણ વધુ જરૂર પ્રેમ અને સુરક્ષિત વાતાવરણની (Safe Environment) છે. આજે આ બાળકો મારી સાથે છે, અહીં જ ખાય છે, ભણે છે અને રમે છે. મને ગર્વ છે કે હું આ બાળકોની 'મા' બની શકી છું. મારું સિંગિંગ કે મારી જોબ મને એટલો આનંદ નહોતી આપતી જેટલો આ બાળકોના સ્મિતમાં (Smile) મળે છે."

સંસ્કાર અને શિક્ષણનું સિંચન

‘આપણું ઘર’માં બાળકોને માત્ર સાચવવામાં જ નથી આવતા, પણ તેમને ભણાવી-ગણાવીને પગભર કરવાની નેમ રાખવામાં આવી છે. અહીં બાળકોમાં સ્વચ્છતાના પાઠથી લઈને ઉચ્ચ સંસ્કારોનું (Values) સિંચન કરવામાં આવે છે. જલ્પાબેનના આ અનોખા મિશનને (Mission) જોઈને આજે લોકો તેમને પાટણની ‘મધર ટેરેસા’ (Mother Teresa) તરીકે ઓળખવા લાગ્યા છે.

જલ્પાબેન રબારીના સેવાયજ્ઞને સલામ

ખરેખર, જલ્પાબેન રબારી જેવી વ્યક્તિઓ આજે સમાજ માટે દીવાદાંડી સમાન છે, જે સાબિત કરે છે કે માતા બનવા માટે જન્મ આપવો જરૂરી નથી, માત્ર હૃદયમાં અપાર પ્રેમ હોવો જોઈએ. પાટણના આ 'આપણા ઘર' ને અને જલ્પાબેનના જઝબાને (Spirit) સલામ.

આ પણ વાંચો: Kutch News: જખૌના લુણા ટાપુ પરથી મળી શંકાસ્પદ ડ્રોનની પાંખ, સુરક્ષા એજન્સીઓ હરકતમાં

Tags :
Advertisement

.

×