North Gujarat: ખેડૂતો માટે માઠા સમાચાર, પાટણ, વાવ-થરાદ અને બનાસકાંઠામાં 15 માર્ચથી નર્મદાનું પાણી બંધ, જાણો શું છે કારણ
- North Gujarat: ઉત્તર ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી
- 15 માર્ચથી નર્મદા કેનાલોમાં સિંચાઈનું પાણી બંધ
- પાટણ અને બનાસકાંઠામાં નર્મદાનું પાણી કાપ!
- કેનાલની સફાઈને લીધે ખેડૂતોને નહીં મળે સિંચાઈનું પાણી
- ખેતી અને ઘાસચારા પર સંકટ
- વાવ-થરાદ પંથકમાં નર્મદા વિભાગે પાણી બંધ કરવાનો જાહેર કર્યો આદેશ
North Gujarat: ઉત્તર ગુજરાતના ખેડૂતો (Farmers) માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઉનાળાની (Summer) શરૂઆત થતા જ સિંચાઈ માટે પાણીની જરૂરિયાત વધી છે, ત્યારે નર્મદા વિભાગ (Narmada Department) દ્વારા પાટણ, વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની કેનાલોમાં સિંચાઈનું પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 15 માર્ચ 2026 થી આ ત્રણેય જિલ્લામાં સિંચાઈ માટે પાણી (Irrigation Water) મળશે નહીં.
North Gujarat: કેનાલની સાફ-સફાઈ માટે લેવાયો નિર્ણય
નર્મદા નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર (Official Letter) અનુસાર, નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલોની સાફ-સફાઈ (Cleaning and Maintenance) કરવાની હોવાથી પાણી બંધ રાખવામાં આવશે. તંત્રએ ખેડૂતોને સૂચના આપી છે કે કેનાલ પર બિનઅધિકૃત રીતે મુકાયેલા પાણીના મશીનો (Water Pumps), પમ્પો અને બકનળીઓ તાત્કાલિક અસરથી હટાવી લેવા, જેથી સફાઈ કામગીરીમાં કોઈ અડચણ ન આવે.
આ પણ વાંચો---- Gujarat Heatwave : બપોરે બહાર નીકળતા પહેલા સાવધાન! રાજ્યના મોટાભાગના શહેરોમાં યલો એલર્ટ
North Gujarat: ઘાસચારા અને પીવાના પાણીની સમસ્યા
15 માર્ચથી પાણી બંધ થવાને કારણે ખેડૂતોને ઉનાળુ પાક (Summer Crops) માં મોટો ફટકો પડી શકે છે. ખાસ કરીને પશુપાલકો માટે પશુઓના ઘાસચારા (Fodder) ના વાવેતર અને પશુઓને પીવાના પાણીની (Drinking Water) ગંભીર સમસ્યા ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠા અને વાવ-થરાદ જેવા સરહદી વિસ્તારોમાં ખેતી અને પશુપાલન મુખ્ય આધાર હોવાથી આ નિર્ણયની વ્યાપક અસર જોવા મળશે.
પાટણ વાવ થરાદ બનાસકાંઠા ખેડૂતોને મોટો ફટકો
15 માર્ચથી નર્મદા કેનાલમાં સિંચાઈ પાણી નહીં છોડાય
નર્મદા વિભાગે પત્ર જાહેર કરી ખેડૂતોને સૂચના આપી
કેનાલ સાફ સફાઈ માટે પાણી બંધ કરવાનો નિર્ણય લીધો
બિન અધિકૃત પમ્પ મશીન બકનળી હટાવી લેવા કહ્યું#NarmadaCanal #FarmersNews #Banaskantha… pic.twitter.com/6Qs6RDovK0— Gujarat First (@GujaratFirst) March 12, 2026
North Gujarat: તંત્રની કડક સૂચના
નર્મદા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ખેડૂત કેનાલમાંથી ગેરકાયદેસર રીતે પાણી લેતા ઝડપાશે, તો તેમના સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી (Legal Action) કરવામાં આવશે. ખેડૂતોએ હવે પાણીના વૈકલ્પિક સ્ત્રોત (Alternative Sources) અથવા સંગ્રહિત પાણી પર નિર્ભર રહેવું પડશે.
આ પણ વાંચો---- Vav Tharad: બનાસકાંઠામાં પાણીચોરો પર તંત્રની તરાપ, વાવ-સુઈગામના 12 ગામોમાંથી 46 બોગસ કનેક્શન કાપી નંખાયા


