Viral Video: કપિરાજને પણ લાગ્યો 'સેલ્ફી'નો શોખ, મોબાઈલની મસ્તી મસ્ત બન્યું વાનરોનું ટોળું
- Patan Monkey Viral Video: કપિરાજનો 'સેલ્ફી' વીડિયો વાયરલ
- સોશિયલ મીડિયામાં કપિરાજનો વીડિયો વાયરલ
- વાનર ઘરમાંથી મોબાઈલ ઉપાડી સીધો છાપરે ચઢી ગયો
Patan Monkey Viral Video: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા અઘાર ગામમાં એક અજીબોગરીબ અને રમુજી ઘટના સામે આવી છે. અહીં એક વાનર ઘરમાંથી સ્માર્ટફોન ઉપાડીને સીધો ઘરના છાપરા પર ચઢી ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, મોબાઈલ હાથમાં આવતા જ વાનરે જાણે સેલ્ફી લેતો હોય તેવી રીતે મોબાઈલને પકડ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
Patan Monkey Viral Video: મોબાઈલ બન્યો વાનરોના ટોળાનું આકર્ષણ
મળતી માહિતી મુજબ અઘાર ગામમાં એક રહેણાંક મકાનમાંથી વાનર અચાનક મોબાઈલ ફોન ઉપાડીને ઘરના છાપરે ચઢી ગયો હતો. પરિવારના સભ્યો કંઈ સમજે તે પહેલા જ તે છાપરા પર પહોંચી ગયો હતો. છાપરા પર અન્ય વાનરોનું ટોળું પણ હાજર હતું, જેમના માટે આ મોબાઈલ કુતૂહલનો વિષય બન્યો હતો. વાનર મોબાઈલને પકડીને અલગ-અલગ એંગલથી ફેરવતો દેખાયો હતો. જાણે તેઓ પ્રોફેશનલ રીતે સેલ્ફી લઈ રહ્યો હોય. આ વીડિયો 5 દિવસ પહેલાનો હોવાનું કહેવાઈ છે.
સ્થાનિક લોકોમાં કુતૂહલ
જ્યારે આ ઘટના બની ત્યારે નીચે ઉભેલા ગ્રામજનો પણ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકોએ નીચે ઉભા રહીને પોતાના અન્ય મોબાઈલથી આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કપિરાજ મોબાઈલ સાથે કેવી મસ્તી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ અનોખો વાયરલ વીડિયો (Viral Video) લોકોનું મનોરંજન કરી રહ્યો છે.
Patan માં કપિરાજનો 'સેલ્ફી' ક્રેઝ! | Gujarat First
પાટણના અઘાર ગામના કપિરાજનો 'સેલ્ફી' વિડિયો વાયરલ
સોશિયલ મીડિયામાં કપિરાજનો વીડિયો વાયરલ
વાનર ઘરમાંથી મોબાઈલ ઉપાડી સીધો છાપરે ચઢી ગયો
મોબાઈલ સાથે સેલ્ફી લેતા હોય તેમ ઝૂમતા દેખાયા કપિરાજ
છાપરા પર વાનરોના ટોળા વચ્ચે મોબાઈલ બન્યો… pic.twitter.com/qNUYxR3hVZ— Gujarat First (@GujaratFirst) March 25, 2026
યુવાને હિંમત બતાવી મોબાઈલ પરત મેળવ્યો
ઘણી મહેનત અને બૂમો પાડવા છતાં વાનર મોબાઈલ નીચે ફેંકતો નહોતો. આખરે ગામના એક હિંમતવાન યુવાન (Youth) એ ઘરના છાપરા પર ચઢવાનું નક્કી કર્યું. જેમ જ યુવાન છાપરા પર પહોંચ્યો, વાનરોનું ટોળું ગભરાઈને મોબાઈલ ત્યાં જ મૂકીને ભાગી ગયું હતું. સદનસીબે મોબાઈલને કોઈ મોટી ક્ષતિ પહોંચી ન હતી. જોકે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચોઃ સરકારી કચેરીનો ગૃપ્ત ડેટા સો. મીડિયામાં સાર્વજનિક કરતાં હડકંપ, ઉત્સાહમાં કરી નાખ્યું બુધ્ધિનું પ્રદર્શન


