Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાત ATS એ કર્યો દેશ વિરોધી ષડયંત્રનો પર્દાફાશ, બે શખ્સોને દબોચ્યા, થયા મોટા ખુલાસા

ગુજરાત એટીએસએ સિદ્ધપુરથી ઈરફાન પઠાણ અને મુંબઈથી મુર્શિદ શેખની ધરપકડ કરી દેશ વિરોધી કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. 'ગઝવા-એ-હિન્દ' સ્થાપવા સશસ્ત્ર બળવો, હથિયારોનું સ્મગલિંગ અને નેતાઓ પર હુમલા કરવાનું આ આરોપીઓનું પ્લાનિંગ હતું. ISIS સાથે જોડાયેલા આ શખ્સો હાલ 11 દિવસના રિમાન્ડ માગી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ats એ કર્યો દેશ વિરોધી ષડયંત્રનો પર્દાફાશ  બે શખ્સોને દબોચ્યા  થયા મોટા ખુલાસા
Advertisement
  • ગુજરાત ATS નું એન્ટી રેડિકલાઈઝેશન ઓપરેશન
  • દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા બે યુવકો ઝડપાયા
  • ATSએ સિદ્ધપુર અને મુંબઈથી બે યુવકોની કરી ધરપકડ

ATS Arrest two People: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા દેશની સુરક્ષાને જોખમાવતા એક મોટા કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં 'ગઝવા-એ-હિન્દ' (Ghazwa-e-Hind) ની સ્થાપના કરવાના મનસૂબા સાથે ભારત સરકાર સામે સશસ્ત્ર બળવો કરવાની તૈયારી કરી રહેલા બે યુવકોની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશનમાં એક શખ્સની પાટણના સિદ્ધપુર (Siddhpur) માંથી અને બીજાની મુંબઈ (Mumbai) માંથી અટકાયત કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા ઇન્ટેલિજન્સ દ્વારા મળ્યા પુરાવા

ગુજરાત એટીએસની ટીમ સોશિયલ મીડિયા (Social Media) અને ઇન્ટરનેટ પર સતત નજર રાખી રહી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સમારફતે બાતમી મળી હતી કે પાટણ (Patan) માં રહેતો અને MSCનો અભ્યાસ કરેલો 22 વર્ષીય ઈરફાન પઠાણ (Irfan Pathan) ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે. ઈરફાન તેના સાગરીતો સાથે મળીને ભારતમાં અરાજકતા ફેલાવવા અને હથિયારો ભેગા કરી બોમ્બ બનાવવાની તૈયારીમાં હતો. તે પોતાની યોજનાને અંજામ આપે તે પહેલા જ એટીએસએ તેની ધરપકડ (Arrest) કરી લીધી હતી.

Advertisement

 ISIS કનેક્શનો ખુલાસો

ઈરફાન પઠાણની ધરપકડ બાદ તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. તેના મોબાઈલની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. તે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ મારફતે ISIS અને અન્ય કટ્ટરપંથી સંગઠનોના સંપર્કમાં હતો. તપાસમાં બહાર આવ્યું છે કે, તેઓ વિવિધ રાજ્યોના નેતાઓ અને આર્ય સમાજ કે હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા લોકો પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા.

Advertisement

પાકિસ્તાન-અફઘાનિસ્તાનથી હથિયારો મંગાવવાનું હતું પ્લાનિંગ

આરોપીઓ માત્ર હુમલા જ નહીં, પરંતુ મોટા પાયે વિનાશ વેરવા માટે RDX બોમ્બ બનાવવાની ટ્રેનિંગ લેવા માટે ISISના કેમ્પમાં જવાની પેરવીમાં હતા. આ ઉપરાંત, તેઓ પાકિસ્તાન (Pakistan) અને અફઘાનિસ્તાન (Afghanistan) થી ગેરકાયદેસર રીતે હથિયારોનું સ્મગલિંગ (Arms Smuggling) કરવા માટે પણ આયોજન કરી રહ્યા હોવાનું પૂછપરછમાં ખુલ્યું છે.

બીજો આરોપી મુંબઈથી ઝડપાયો

ઈરફાનની પૂછપરછમાં મુંબઈમાં બિરયાનીની લારી ચલાવતા મુર્શિદ શેખ (Murshid Sheikh) નું નામ ખુલ્યું હતું. મુર્શિદ મૂળ બિહારનો વતની છે અને તે પણ આ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય હતો. તેની પાસેથી પણ વાંધાજનક સાહિત્ય (Inculpatory Literature) અને ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. હાલ એટીએસએ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 11 દિવસના રિમાન્ડ (Remand) માગી આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડી તપાસ શરૂ કરી છે.

 આ પણ વાંચોઃ Surat: સોના કરતાં મોંઘી વ્હેલની ઊલટી સાથે 3 શખ્સોની ધરપકડ, વેચવા જતાં જ નસીબ ફૂટ્યું!

Tags :
Advertisement

.

×