Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Patan: કોંગ્રેસની સભામાં બૂટલેગરની દારૂબંધીની વાતો, ઘરેથી જ મળ્યો દારૂનો જથ્થો, પોલીસે પાડી રેડ

પાટણના અડિયા ગામે કોંગ્રેસની સભામાં એક બૂટલેગરે દારૂબંધી અંગે આપેલું નિવેદન તેને જેલના સળિયા સુધી લઈ ગયું છે. ધારાસભ્ય દિનેશ ઠાકોરની હાજરીમાં દારૂ બંધ કરવાની વાતો કરનાર આ બૂટલેગરના ઘરે પોલીસે દરોડા પાડીને દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટના હાલમાં સમગ્ર પાટણ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની છે.
patan  કોંગ્રેસની સભામાં બૂટલેગરની દારૂબંધીની વાતો  ઘરેથી જ મળ્યો દારૂનો જથ્થો  પોલીસે પાડી રેડ
Advertisement
  • Patan: સફેદ ટોપી પહેરતા જ બૂટલેગરમાં જાગી નૈતિકતા
  • દારૂ બંધ કરવાનું નિવેદન આપ્યું અને પોલીસે ઘરે પહોંચી દારૂનો જથ્થો ઝડપ્યો
  • અડિયામાં કોંગ્રેસની સભામાં ભાષણ આપનાર બૂટલેગરના ઘરે પોલીસની રેડ

Patan: જિલ્લાના અડિયા ગામે કોંગ્રેસની જાહેર સભામાં (Public Meeting) એક વિચિત્ર અને હાસ્યાસ્પદ કહી શકાય તેવી ઘટના બની હતી. ધારાસભ્ય દિનેશ ઠાકોરની (MLA Dinesh Thakor) હાજરીમાં એક બૂટલેગરે સ્ટેજ પરથી દારૂ બંધ કરવાનું નિવેદન આપ્યું હતું. જોકે, આ નિવેદન આપવું બૂટલેગરને ભારે પડ્યું છે, કારણ કે આ ભાષણના થોડા જ સમય બાદ પોલીસે તેના ઘરે રેડ (Police Raid) પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Patan_bootlegger's speech on liquor ban_Gujarat 0

Advertisement

Patan: ધારાસભ્યની હાજરીમાં પહેર્યો હતો કોંગ્રેસનો ખેસ

અડિયા ગામે આયોજિત કોંગ્રેસની આ સભામાં ધારાસભ્ય દિનેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન બૂટલેગરે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો અને ઉત્સાહમાં આવીને જાહેરમાં દારૂબંધી (Prohibition) અને દારૂના ધંધા બંધ કરવાના નિવેદનો આપ્યા હતા. ધારાસભ્યની હાજરીમાં અપાયેલા આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ કાયદાના રક્ષકોએ આ નિવેદનને ગંભીરતાથી લઈ તે જ બૂટલેગરના ઠેકાણા પર તવાઈ બોલાવી હતી.

Advertisement

આ પણ વાંચો---- Gondal: "મેં કોઈ ભૂલ નથી કરી કે માફી માંગવી પડે", વાયરલ વીડિયો પર જયરાજસિંહ જાડેજાનો જવાબ!

Patan: પોલીસ રેડમાં પકડાયો દારૂનો જથ્થો

બૂટલેગરના જાહેર નિવેદન બાદ એક્શનમાં આવેલી પોલીસે તેના ઘરે દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન પોલીસને બૂટલેગરના ઘરેથી દેશી દારૂ બનાવવાનો વોશ (Liquor Wash) મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, પોલીસે તપાસ દરમિયાન વિદેશી દારૂનો (Foreign Liquor) જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. આમ, જે બૂટલેગર સ્ટેજ પરથી દારૂ છોડાવવાની વાતો કરતો હતો, તેના જ ઘરેથી નશાનો સામાન મળતા સ્થાનિક રાજકારણમાં (Politics) મોટી ચકચાર જાગી છે.

આ પણ વાંચો---- Surendranagar ના મૂળીમાં ગેનીબેન ઠાકોરની ગર્જના, "ખાલી રૂપિયાથી ચૂંટણી નથી જીતી શકાતી"


Tags :
Advertisement

.

×