ધારાસભ્ય Dinesh Thakor ની હાજરીમાં જ સ્ટેજ પર ચઢ્યો બુટલેગર!
- ધારાસભ્ય Dinesh Thakor ની હાજરીમાં સ્ટેજ પર બૂટલેગર!
- પાટણમાં ચૂંટણી જીતવા કોંગ્રેસ બુટલેગરોના સહારે!
- કોંગ્રેસની સભામાં બુટલેગરે કર્યો સ્ટેજ પરથી પ્રચાર
પાટણ જિલ્લાના અડિયા (Adiya) ગામે આયોજિત કોંગ્રેસની ચૂંટણી સભા અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે રાજકીય સભાઓમાં નેતાઓ એકબીજા પર આક્ષેપો કરતા હોય છે, પરંતુ અહીં કંઈક અલગ જ જોવા મળ્યું. સભાના મંચ (Stage) પરથી એક વ્યક્તિએ પોતે બુટલેગર (Bootlegger) હોવાની હોવાની કબૂલાત (Confession) કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.
ધારાસભ્ય Dinesh Thakor ની હાજરીમાં બુટલેગરનો પ્રચાર
આ સભામાં કોંગ્રેસના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર (MLA Dinesh Thakor) સ્ટેજ પર હાજર હતા. તેમની હાજરીમાં જ બુટલેગર અને તેના પરિવારના સભ્યોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. જે બાદ એક વ્યક્તિએ સ્ટેજ પર જણાવ્યું હતુ કે જે મેસેજ જઈ રહ્યો છે તે બૂટલેગર રીતે જઈ રહ્યો છે. તેનું કારણ શું? કારણ કે અમે બુટલેગર છીએ. હવે અમે આજથી દારૂ વેચવાનું સંપૂર્ણપણે બંધ કરીએ છીએ. આ નિવેદન બાદ રાજકારણમાં ઘમસાણ મચ્યું છે. આ નિવેદન અંગે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ હવે બુટલેગરોના સહારે (Dependence) આગળ વધી રહી છે. સ્ટેજ પરથી દારૂબંધી (Prohibition) અને ગુનાહિત પ્રવૃત્તિઓ છોડવાની વાતો કરવામાં કરવામાં આવી છે.
Patan માં ચૂંટણી જીતવા Congress બુટલેગરોના સહારે! । Gujarat First
સભાના સ્ટેજ પરથી જ
બુટલેગર હોવાની કબૂલાતપાટણમાં ચૂંટણી જીતવા કોંગ્રેસ બુટલેગરોના સહારે!
કોંગ્રેસની સભામાં બુટલેગરે કર્યો સ્ટેજ પરથી પ્રચાર
ધારાસભ્ય દિનેશ ઠાકોર પણ સ્ટેજ પર હતા હાજર
અડિયા ગામની કોંગ્રેસની સભાનો… pic.twitter.com/f6Zy7x6DpR— Gujarat First (@GujaratFirst) April 20, 2026
ધારાસભ્ય Dinesh Thakor નો બચાવ
આ વિવાદ વકરતા ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરે પોતાનું નિવેદન (Statement) આપ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, બે દિવસ અગાઉ અડિયા ગામે રાત્રિ દરમિયાન આ સભા યોજાઈ હતી. આ સમયે ચાર અજાણ્યા (Unknown) ઇસમો અચાનક સ્ટેજ પર આવી ગયા હતા અને કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો. તેમણે મંચ પરથી કંઈક જાહેરાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાથી ગ્રામજનોએ તેમને મંજૂરી (Permission) આપી હતી.
પોલીસનું કામ કોંગ્રેસે કર્યું હોવાનો દાવો
દિનેશભાઈ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટેજ પર આવેલા વ્યક્તિઓ વર્ષોથી દેશી દારૂનો ધંધો કરતા હતા. જો તેઓ જાહેર સભામાં આ ધંધો કાયમ માટે બંધ કરવાની જાહેરાત (Announcement) કરતા હોય, તો તે એક આવકારદાયક (Welcoming) બાબત છે. તેમણે ઉમેર્યું કે, "જે કામ ખરેખર પોલીસે (Police) કરવાનું હતું, તે કામ કોંગ્રેસની સભાના પ્રભાવથી થયું છે." તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે આ ચાર ઇસમો કોંગ્રેસના સક્રિય કાર્યકર (Active Worker) કે સભ્ય નથી અને તેઓ તેમને વ્યક્તિગત રીતે ઓળખતા પણ નથી.
આ પણ વાંચોઃ Ahmedabad: નિકોલમાં BMW કાર રિક્ષાના ફુરચા ઉડાવી AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ


