Patan Dashawada: Thakor Community ના બંધારણના લીરેલીરા, પ્રતિબંધ છતાં લગ્નમાં DJ-ગરબાની રમઝટ, કલાકારોની હાજરીથી વિવાદ!
- Patan Dashawada Thakor Community Rules
- દશાવાડા ગામે ઠાકોર સમાજના બંધારણના નિયમો તૂટ્યા
- લગ્ન પ્રસંગમાં સામાજીક પ્રતિબંધ છતાં રાસ-ગરબાનું આયોજન!
- જાણીતા કલાકારોની હાજરીમાં મોટા પાયે DJ અને ગરબા યોજાયા
- વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો
Patan Dashawada Thakor Community Rules Violation: પાટણ જિલ્લાના દશાવાડા ગામમાં ઠાકોર સમાજ (Thakor Community) દ્વારા સ્થાપિત કરાયેલા નિયમોના ઉલ્લંઘનનો કિસ્સો સામે આવ્યો છે. સમાજની મર્યાદા જાળવવા માટે જે કડક નિયમો ઘડવામાં આવ્યા હતા, તે નિયમો-પ્રતિબંધોને લગ્ન પ્રસંગમાં ભૂલીને જાણે સામાજિક બંધારણનું અનાદર કરવામાં આવ્યું હોય તેવી ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમાજના આગેવાનો અને સ્થાનિકો વચ્ચે મતભેદો ઉભો કરી દીધો છે. શિસ્તબદ્ધ ગણાતા ઠાકોર સમાજમાં આ પ્રકારના વ્યવહારને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.
પ્રતિબંધ છતાં રાસ-ગરબા અને DJ ની રમઝટ (DJ and Garba Event)
ઠાકોર સમાજ દ્વારા લગ્ન પ્રસંગોમાં DJ અને ગરબા (Garba) પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં પાટણ જિલ્લાના દશાવાડા ગામે આયોજિત પ્રસંગમાં તમામ નિયમોને બાજુ પર મૂકાયા હતા. વહેલી સવારથી મોડી રાત સુધી DJ ના તાલે યુવાનો અને ગ્રામજનો ઝૂમ્યા હતા. આ પ્રકારના આયોજનથી સમાજની છબીને નુકસાન પહોંચ્યું હોવાની લાગણી વડીલો વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો---- Budhel Village Assault: Bhavnagar માં લોહીના સંબંધો લજવાયા!, યુવક પર સગા ભાઈ અને ભત્રીજીએ જીવલેણ હુમલો કર્યો
જાણીતા કલાકારોની હાજરીથી વિવાદ (Celebrity Presence)
આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકારો દિવ્યા ઠાકોર (Divya Thakor) અને વિક્રમ ઠાકોર (Vikram Thakor) ખાસ હાજર રહ્યા હતા. તેમની હાજરી અને ગાયકીના કારણે ભીડમાં વધારો થયો હતો. કાર્યક્રમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ વિવાદ વકર્યો છે. કલાકારોએ પણ સમાજની મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ તેવા સૂર સ્થાનિક સ્તરે ઉઠ્યા છે.
સમાજની મર્યાદા અને પંથકમાં ચર્ચા (Social Discussion)
આ બનાવના પગલે પાટણ પંથકમાં (Patan Region) ભારે ચર્ચાનો દોર શરૂ થયો છે. સમાજનું પોતાનું બંધારણ (Community Constitution) હોવા છતાં તેનું પાલન ન થતું હોવાથી સમાજના આગેવાનો અને લોકોમાં રોષ વ્યાપ્યો છે. હવે આગામી દિવસોમાં સમાજના વડીલો આ મામલે શું નિર્ણય લે છે, તે જોવું રહ્યું. શું આ નિયમભંગ બદલ કોઈ દંડ કે પગલાં લેવાશે, તે અંગે લોકો સવાલ કરી રહ્યા છે.
આ પણ વાંચો---- Junagadh: ભાજપ નેતાનો કમિશનરને સણસણતો પત્ર: "આ કંપનીને તાત્કાલિક Blacklist કરો"


